Corona: Lowest Death Registered In Delhi After to Month
  • Home
  • Corona
  • કોરોના વાયરસના ત્રાહિમામમાં દિલ્હીથી 2 મહિના બાદ આવ્યા સૌથી મોટા ખુશખબર

કોરોના વાયરસના ત્રાહિમામમાં દિલ્હીથી 2 મહિના બાદ આવ્યા સૌથી મોટા ખુશખબર

 | 10:27 pm IST

રાજધાની દિલ્હીમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના 1,257 નવા કેસ સામે આવ્યા છે અને 8 દર્દીઓનાં મોત થયા છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય બુલેટિન અનુસાર બે મહિનાથી વધારે સમયમાં પહેલીવાર એક દિવસમાં મોત 10થી ઓછા થયા છે. દિલ્હીમાં 5 ઑગષ્ટના કોવિડ-19થી મોતના 11 કેસ સામે આવ્યા હતા અને રાજધાનીમાં સ્થિતિમાં સુધારો થતા જોવા મળ્યો. દિલ્હીમાં અત્યાર સુધી સંક્રમણના કુલ 1,47,391 કેસ નોંધાયા છે જેમાંથી 1,32,384 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે અને તેમને રજા આપવામાં આવી છે.

દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધી 4,139 લોકોના મોત

અત્યારે દિલ્હીમાં કોવિડ-19ના 10,868 દર્દી છે જેમાંથી 5,523 ઘરોમાં ક્વોરન્ટાઇન છે. દિલ્હી સ્વાસ્થ્ય વિભાગના તાજા બુલેટિન અનુસાર રાજધાનીમાં સંક્રમણથી અત્યાર સુધી 4,139 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે રાજધાનીમાં સંક્રમિતોના સ્વસ્થ થવાનો દર વધીને 90 ટકાથી વધારે થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની લડાઈમાં દિલ્હી અને એનસીઆરને સારી સ્થિતિમાં લાવવા માટે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની પ્રશંસા કરી અને કહ્યું કે પરિસ્થિતિઓ કેટલી પણ મુશ્કેલ હોય, જો સુનિયોજિત રીતે આગળ વધીએ તો ધાર્યા પરિણામ મેળવી શકાય છે.

પીએમ મોદીએ સ્થિતિની સમીક્ષા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના કોવિડ-19 મહામારીને પહોંચી વળવા માટે વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી અને ભવિષ્યની યોજનાઓ વિશે 10 રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી. ઉલ્લેખનીય છે કોરોનાની મહામારીના પીકની વચ્ચે રશિયાએ કોરોનાની વેક્સિન શોધી લીધી છે. પુતિનની દીકરીને આ વેક્સિનનો સૌથી પહેલા ડોઝ આપવામાં આવ્યો. રશિયાના વેક્સિન બનાવવાના દાવા પર દિલ્હી સ્થિત AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ વાત કરી અને તેમણે એ પણ જણાવ્યું કે હવે ભારત શું નવો પ્રયોગ કરશે?

અમિત શાહની કરી પ્રશંસા

ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, એક સફળ વેક્સિનના ડોઝ સુરક્ષિત થવા જોઇએ આ પહેલો માપદંડ છે. સેમ્પલનો આકાર શું છે? આ કેટલું પ્રભાવશાળી દેખાઈ રહ્યું છે? આપણે એ પણ સ્પષ્ટ કરવાની જરૂરિયાત છે કે રસી સુરક્ષિત હોવી જોઇએ. ગુલેરિયાએ કહ્યું છે કે એમ્સ હવે આવા કેસ પર ધ્યાન કેન્દ્રિત કરશે જે કોરોના વાયરસથી રિકવર થઈ ચુક્યા છે, જેથી તેમના ફેફસાની ક્ષમતામાં સુધારા પર ધ્યાન આપવામાં આવી શકે, પછી ભલે તે વ્યાયામ, યોગ, આહાર અથવા ત્યાં સુધી કે દવાઓથી જ કેમ ના હોય. ભારતને આ કામમાં ઇઝરાયલ મદદ કરશે.

આ વિડીયો પણ જુઓ: જન્માષ્ટમી પર્વને લઇને રાજ્યના મોટા મંદિરો ભક્તો માટે બંધ રહેશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન