Corona New Rural hotspot cause worry in india
  • Home
  • Corona live
  • કોરોના વાયરસ ભારતમાં બની શકે છે ગંભીર ખતરો, માથાનો દુ:ખાવો સાબિત થશે આ ટ્રેન્ડ!

કોરોના વાયરસ ભારતમાં બની શકે છે ગંભીર ખતરો, માથાનો દુ:ખાવો સાબિત થશે આ ટ્રેન્ડ!

 | 5:13 pm IST

ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે અને મોતનો આંકડો પણ 100ને પાર પહોંચી ગયો છે. દુનિયાના અનેક દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના વાયરસે હજી ગંભીર સ્વરૂપ ધારણ નથી કર્યું પણ સંક્રમણનો નવો શરૂ થયેલો ટ્રેંડ દેશને મુશ્કેલીમાં મુકી શકે છે.

કોરોના વાયરસ હવે દેશના એક તૃતિયાંશ કરતા પણ વધારે જીલ્લાઓમાં ફેલાઈ ગયો છે. દિલ્હી, મુંબઈ જેવા મહાનગરોને પોતાની ઝપટમાં લીધા બાદ આ મહામારીએ દેશના 736 જીલ્લાઓમાંથી લગભગ 300 જીલ્લાઓમાં પગપેસારો કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અનેક મોટા રાજ્યોમાં તો 60 ટકા કરતા પણ વધારે જીલ્લાઓમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ ચુક્યું છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આનાથી સરકારની કોરોના વાયરસને એક ભૌગોલિક ક્ષેત્રમાં મર્યાદિત રાખવાના પ્રયાસને ઝાટકો લાગી શકે છે.

સરકારી અધિકારીઓના કહેવા પ્રમાણે કોરોના વાયરસનો ઝડપથી ફેલાવવાનો ખતરો ખુબ વધારે છે. જોકે દેશના 10 કોરોના હોટસ્પોટમાં શામેલ રાજસ્થાનના ભીલવાડામાં વાયરસને રોકવામાં સફળતા મળી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, પ્રશાસનની સતર્કતાપૂર્વકની કાર્યવાહી જ કોરોના વાયરસને ફેલાવવાથી રોકી શકે છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે, મહાનગરોથી ગ્રામીણ વિસ્તારોમાં લોકો પલાયનના કારણે કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વધી શકે છે. લોકડાઉન લાગૂ થયા બાદ પણ ભારતીય મહાનગરોથી મોટી સંખ્યામાં લોકોએ નાના શહેરો કે ગામડાઓ તરફ પલાયન કર્યું છે. જે નાના શહેરો અને ગ્રામીણ વિસ્તાર માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે.

જુઓ આ વીડિયો પણ : ન્યૂયોર્ક પ્રાણી સંગ્રહાલયમાં વાઘ કોરોનાથી સંક્રમિત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન