Corona New symptoms: If these are eight symptoms, do not ignore the eyes, do the test
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સાવધાન! આ 8 લક્ષણો દેખાય તો નજર બિલકુલ નજદ અંદાજ ના કરો, હોઈ શકે છે કોરોના

સાવધાન! આ 8 લક્ષણો દેખાય તો નજર બિલકુલ નજદ અંદાજ ના કરો, હોઈ શકે છે કોરોના

 | 4:48 pm IST
  • Share

કોરોના વાયરસની બીજી લહેર વધારે ખતરનાક સાબિત થઈ રહી છે. નાની અમથી બેદરકારી કઈ હદે ભયાનક સાબિત થઈ શકે છે તેના પુરાવા ખુદ સામે આવી રહેલા આંકડા જ જણાવી રહ્યાં છે. જો ગત વર્ષના લક્ષણોની વાત કરવામાં આવે તો તાવ આવવો અને શરદી થવી તે જ કોરોના સંક્રમણના મુખ્ય લક્ષણ હતાં. પરંતુ આ વખતે સ્થિતિ કંઈક અલગ જ છે.

આ વખતે કોરોનાથી સંક્રમિત થઈ રહેલા લોકોને ના તો તાવ આવે છે કે ના તો શરદી થાય છે. અહીં કોરોનાના નવા જ લક્ષણો અમે તમને જણાવવા જઈ રહ્યાં છીએ. જેને કોઈ પણ ભોગે નજર અંદાજ ના કરો.

જંગલમાં લાગેલી આગની માફક ફેલાઈ રહ્યો છે કોરોના

કોરોનાની બીજી લહેર આગની માફક ફેલાઈ રહી છે. આ વખતે કોરોનાના લક્ષણો અગાઉ માફક બિલકુલ નથી રહ્યાં. વાયરસ કોઈ વ્યક્તિને શારીરિક અને મનોવૈજ્ઞાનિક રીતે અસર કરી શકે છે. બીજી લહેરમાં તાવ આવવો અને શરદી થવી ઉપરાંત આઠ લક્ષણો સામે આવ્યા છે જેનાથી કોરોના સંક્રમણ લાગ્યુ હોવાનું જાણવા મળી શકે છે.

આ લક્ષણોને નજર અંદાજ ના કરો

  1. અસામાન્ય ખાસી
  2. આંખો લાલ થવી અથવા તો આંખો આવવી
  3. શ્વાસ લેવામાં મુશ્કેલી પડવી
  4. પેટમાં ગડબડ
  5. થાક અનુંભવવો
  6. બ્રેન ફોગ
  7. હ્યદયના ધબકારા અસામાન્ય થવા
  8. ગંધ અને સ્વાદ ગાયબ થઈ જવો

જો ઉપરનામાંથી કોઈ પણ પ્રકારના લક્ષણ સામે આવે તો કોઈ પણ સંજોગોમાં બેદરકારી ના દાખવો. તુરંત નજીકની હોસ્પિટલમાં જઈને તુરંટ કોરોનાનો રિપોર્ટ કરાવો. સાથે જ કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન