Corona Vaccine Side Effects List By Who, 5 Activities You Should Avoid After Vaccination
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોરોનાની વેક્સીન લીધા બાદ શું કરવું-શું ના કરવું? શું ધ્યાન રાખવું? WHOએ જાહેર કરી યાદી

કોરોનાની વેક્સીન લીધા બાદ શું કરવું-શું ના કરવું? શું ધ્યાન રાખવું? WHOએ જાહેર કરી યાદી

 | 3:30 pm IST
  • Share

કોરોના વાયરસ વિરૂદ્ધ વેક્સીન હવે વધુમાં વધુ લોકો સુધી પહોંચી રહી છે. આ ઘટનાક્રમ વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેઝાઈઝેશને (WHO)એ વેક્સીનના ડૉઝની સાઈડ ઈફેક્ટને લઈને એક જાણાવજોગ યાદી બહાર પાડી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, રસી લીધા બાદ તેની સાઈડ ઈફેક્ટ થવી એ સામાન્ય બાબત છે. કોરોનાની વેક્સીનની સાઈડ ઈફેક્ટ્સ અને લોંગ ટર્મ ઈફેક્ટ્સને લઈને પન WHOએ જાણકારી આપી હતી.

બીજી બાજુ નિષ્ણાંતોએ પણ જણાવ્યું છે કે, કોરોનાની વેક્સીન લીધા બાદ લોકોએ કઈ કઈ ગતિવિધિઓ અને કામ કરવાથી બચવુ જોઈએ. વેક્સીન લીધા બાદ લોકોને કસરત કરવાનું ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે.

કોરોનાના ડોઝની સાઈડ ઈફેક્ટને લઈને WHOએ શું કહ્યું?

WHOએ જણાવ્યું છે કે, કોરોનાની રસી લીધા બાદ સામાન્ય તાવ, માંસપેસીઓમાં દુ:ખાવો થવો એ એક સામાન્ય વાત છે. તેનાથી ગભરાવવાની કોઈ જ જરૂર નથી. WHOના જણાવ્યા અનુંસાર આ એ વાતના સંકેત છે કે, તમારા શરીરની ઈમ્યુન સિસ્ટમ વેક્સીનની પ્રતિક્રિયા આપી રહી છે. થોડા દિવસમાં જ આ સાઈડ ઈફેક્ટ દુર થઈ જશે. ઈંજેક્શન મારવામાં આવ્યું છે જે જગ્યાએ દુ:ખાવો થવો, થાક લાગવો, માથુ દુ:ખવું, ડાયેરિય્તા જેવી સાઈડ ઈફેક્ટ થઈ શકે છે જે સામાન્ય છે.

WHOના જણાવ્યા પ્રમાણે કેટલાક કેસમાં દુર્લભ સાઈડ ઈફેક્ટ જોવા મળી શકે છે. તેમાં એલર્જિક રિએક્શંસનો સમાવેશ થાય છે. જોકે વેક્સીન લાંબા ગાળાની આડઅસરને લઈને WHO કહ્યું છે કે, કોરોનાની વેક્સીન સુરક્ષિત છે.

1 : વેક્સીન લગાવ્યાના તુરંત બાદ ટેટુ ના ત્રોફાવો

મેડિકલ નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે કોરોનાની વેક્સીન લીધા બાદ તુરંત જ શરીરના કોઈપણ ભાગે ટેટુ ના ત્રોફાવવુ જોઈએ. એમ ઈમ્યુન રિસ્પોંસ ટ્રિગર થવાની ખુબ ઓછી શક્યતા છે તેમ છતાંતે આમ કરવાનું ટાળો. જો તમારે ટેટુ ત્રોફાવવુ જ હોય તો વેક્સીને લેતી વખતે ડોક્ટરને પુછી લો અથવા તો થોડા સમયની રાહ જુઓ.

2 : કોરોનાની વેક્સીનની સાથે કોઈ બીજી વેક્સીન લેવાનું ટાળો

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે કોરોનાની વેક્સીન લીધાના બે અઠવાડીયા સુધી બીજી કોઈ વેક્સીન કે ડોઝ લેવાનું ટાળો. આમ કરવાથી બચો. કારણ કે હજી એ વાતની વધારે જાણકારી હાથ નથી લાગી કે કોરોનાની રસી અન્ય રસી સાથે શું અસર કરે છે. માટે આમ કરતા પહેલા થોડા અડવાડીયાનો સમય રાખવો જોઈએ.

3 : કસરત કરવાથી બચો

વેક્સીનેશન બાદ વર્કઆઉટ કરવાનું ટાળો. જો તમારી માંસપેસીઓમાં દુ:ખાવો થાય છે તો કસરત કરવાથી તે વધશે. માટે કોરોનાની વેક્સીન લીધાના એક કે બે દિવસનો બ્રેક લેવો વધારે યોગ્ય રહેશે.

4 : શરીરમાં પાણીની અછત ના થવા દો

વેક્સીન લગાવ્યા બાદ શરીરને હાઈડ્રેટેડ રાખવી જોઈએ કારણ કે ઈમ્યુન રિસ્પોંસને પ્રોસેસ કરવામાં પાણી શરીરની ખુબ જ મદદ કરે છે. જો રસી લીધા બાદ તાવ આવે તો પાણી તેમાંથી પણ સાજા થવામાં મદદરૂપ થશે.

5 : વેક્સીન સર્ટિફિકેટ સંભાળીને રાખો

કોરોના વાયરસની વેક્સીન લીધા બાદ તમને એક સર્ટિફિકેટ મળે છે. તેને ડિજિટલ રીતે પણ સ્ટોર કરીને રાખી શકાય છે. તેણે સંભાળીને રાખો. બની શકે કે આવનાર સમયમાં મુસાફરી, વીઝા વગેરે માટે તેની જરૂર પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન