Corona Vaccine Trial Started in Ahmedabad, 10 people Got Vaccinated
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ખુશખબરઃ અમદાવાદમાં ટ્રાયલ શરૂ, સ્ટુડન્ટ્સ-બિઝનેસમેન-મહિલા સહિત 10 લોકોને અપાઈ વેક્સિન

ખુશખબરઃ અમદાવાદમાં ટ્રાયલ શરૂ, સ્ટુડન્ટ્સ-બિઝનેસમેન-મહિલા સહિત 10 લોકોને અપાઈ વેક્સિન

 | 3:20 pm IST
  • Share

ગુજરાતમાં દિવાળી બાદ કોરોના (Covid 19) બેકાબૂ બન્યો છે. અને સરકારે ગુજરાતના ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ સહિતના પ્રતિબંધો લાગ્યા છે. તેવામાં ગુજરાત માટે ખુશખબર છે કે રાજ્યમાં કોરોના વેક્સિનની ટ્રાયલ (Corona Vaccine Trial) શરૂ કરી દેવામાં આવી છે. અને આજે અમદાવાદની સોલા સિવિલ (Sola Civil Hospital) હોસ્પિટલ ખાતે 10 લોકોને વેક્સિન આપવામાં આવી છે. અમદાવાદમાં એક હજાર લોકો ઉપર કોરોના વેક્સિનનું પરીક્ષણ કરવામાં આવનાર છે.

રોજ 25 લોકોને અપાશે વેક્સિન

ગુજરાતમાં કોરોના મહામારીએ આતંક મચાવ્યા બાદ હવે કોરોનાને જડમૂળથી નાબૂદ કરવા માટે કોરોના વેક્સિન રાજ્યમાં આવી ગઈ છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિનનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધી 10 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે, જેમાં સ્ડુન્ડન્ટ, મહિલા અને બિઝનેસમેન સહિતના વોલિન્ટિયરનો સમાવેશ થાય છે.

વેક્સિન માટે બનાવ્યું ખાસ કોલ્ડ સ્ટોરેજ

ઉલ્લેખનીય છે કે, કોરોના વેક્સિનના વોલન્ટિયર્સ બનવા માટે સંમતિ પત્ર લેવામાં આવે છે. અને શુક્રવાર સુધીમાં 25 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે. અને બાદમાં રોજના 25 લોકોને વેક્સિન આપવામાં આવશે. અને કુલ 1000 લોકોને અમદાવાદમાં કોરોના વેક્સિન આપવામાં આવશે. સોલા સિવિલ હોસ્પિટલમાં ભારત બાયોટેક કંપનીની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. વેક્સિને કોલેડ સ્ટોરેજમાં રાખવી ખુબ જ જરૂરી હોય છે, જેના પગલે સોલા સિવિલમાં ખાસ કોલ્ડ સ્ટોરેજ પણ બનાવવામાં આવ્યું છે.

હોસ્પિટલમાં 1 વર્ષ સુધી રસીનું ટ્રાયલ ચાલશે. જેમાં ગુજરાતભરમાંથી 1 હજાર લોકો પર રસીનું ટ્રાયલ કરાશે. વોલન્ટિયર્સ તરીકે 16 થી 60 વર્ષની વચ્ચેના કોઈપણ પુરુષ કે મહિલા નામ નોંધાવી શકે છે. ક્લિનિકલ ટ્રાયલમાં વોલન્ટિયર્સની જરૂરી તમામ તપાસ અને તેમની લેખિત મંજૂરી પછી જ રસીનો પહેલો ડોઝ અપાશે. જેના એક મહિના બાદ બીજો ડોઝ આપવામાં આવશે. એક વર્ષ સુધી રસી લેનાર દર્દીનું પરીક્ષણ કરાશે. પ્રથમ તબક્કામાં 21 સેન્ટરમાંથી 130 હેલ્ધી વોલન્ટિયર્સનું ક્લિનિકલ ટ્રાયલ પૂરું કરાશે. આ દરમિયાન અન્ય વોલન્ટિયર્સ પર પણ ક્લિનિકલ ટ્રાયલ ચાલુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન