Corona virus is now causing such ordeal in a new form
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Vishesh
  • કોરોના વાયરસ હવે નવા નવા સ્વરૂપે આવી તાંડવ મચાવી રહ્યો છે

કોરોના વાયરસ હવે નવા નવા સ્વરૂપે આવી તાંડવ મચાવી રહ્યો છે

 | 11:18 pm IST
  • Share

એક નાનકડાં વાયરસે આખી દુનિયામાં મચાવી દીધો છે હાહાકાર. એનું નામ છે કોરોના. એક વર્ષથી હાથ ધોઈને આખી દુનિયાની પાછળ પડેલોં કોરોના વાયરસ હવે નવા નવા સ્વરૂપે આવી તાંડવ મચાવી રહ્યો છે. પહેલાં કોરોનાના સંક્રમણના ડરથી દુનિયા ડરતી હવે એવી સ્થિતિ આવી ગઈ છે કે સંક્રમણ કરતાં લોકો કોરોનાના મોતથી ડરી રહ્યા છે. કારણ બીજી લહેર એટલી ઘાતક સાબિત થઈ રહી છે કે ગુજરાત અને ભારત સહિત દુનિયાના અનેક દેશોની સ્મશાનો ભરચક થઈ ગઈ છે.

જે વર્ષને આખુ વિશ્વ ભારે વર્ષ તરીકે ગણાવી રહ્યું તે 2020 તો ક્યારનું ય પતી ગયું પણ એ વર્ષમાં પૃથ્વીનો વણ નોતર્યો મહેમાન બનેલો કોરોના વાયરસ હજુ પરત નથી ફરી રહ્યો. પશ્ચિમિ દેશોની તો વાત છોડો હવે કોરોનાએ ભારતને પોતાનું ઘર સમજી લીધું હોય તેમ રોકાઈ ગયો છે. 2021ના વર્ષમાં પ્રથમવાર છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 714 લોકોને કોરોના ભરખી ગયો છે.

પશ્ચિમિ દેશોમાં મોતનું તાંડવ રચનાર કોરોનાની બીજી લહેરે ભારતમાં પણ હાહાકાર મચાવી દીધો છે. કોરોના હવે ભારતમાં પણ ઈતિહાસ સર્જી રહ્યો છે. જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો એક દિવસમાં નોંધાતાં આંકડાઓમાં વિશ્વમાં સૌથી વધુ કેસ ભારતમાં આવ્યા છે. 24 કલાકમાં જ 89019 નવા પોઝિટિવ કેસની નોંધણી સાથે ભારત વિશ્વમાં પ્રથમ નંબરે પહોંચી ગયું છે.

કોરોનાના આ મહાતાંડવે ભારતની તો સ્થિતિ ખરાબ કરી જ દીધી છે પરંતું દુનિયા સૌથી વધુ સંક્રમિતતો જે દેશમાં છે તે બ્રાઝિલની સ્થિતિ આનાથી પણ વધુ ભયાનક છે. જાણે કે કોરોનાએ બ્રાઝિલને મોતના ખપ્પરમાં હોમ્યુ હોય. બ્રાઝિલમાં કબરો ખોદી ખોદી તેમાંથી કંકાલ બહાર કાઢવામાં આવી રહ્યા છે. અને તેની જગ્યાએ નવા મૃતદેહોની દફનવિધિ કરાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન