corona virus lockdown actress Jacqueline miss her parents
  • Home
  • Featured
  • PHOTOS: લોકડાઉનનાં કારણે જૈકલીનને પડી રહી છે ખૂબ તકલીફ, વાત સાંભળીને તમને દુ:ખ થશે!

PHOTOS: લોકડાઉનનાં કારણે જૈકલીનને પડી રહી છે ખૂબ તકલીફ, વાત સાંભળીને તમને દુ:ખ થશે!

 | 8:55 am IST

કોરોના વાયરસના કારણે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન છે. ત્યારે જૈકલીન ફર્નાર્ડીસ હાલ તેના પરિવાર ખૂબ જ યાદ કરી રહી છે. હવે તો ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ છે. ત્યારે જૈકલીન તેના માતા પિતાને યાદ કરીને દુ:ખી થઈ રહી છે. જૈકલીન લાંબા સમયથી મુંબઇમાં એકલી જ રહે છે. અને તેના માતા પિતા હાલ બહરીનમાં રહે છે. જૈકલીને ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, આ લોકડાઉન સમયમાં તે તેના માતા પિતાને સૌથી વધુ યાદ કરે છે.

અભિનેત્રીએ વાત કરી કે, કાશ તે લોકો અત્યારે મારી સાથે હોત. કોરોના વાયરસના કારણે મને તેમની સૌથી વધારે ચિંતા થાય છે. ખબર નહીં તે અત્યારે કેવી હાલતમાં હશે. તે લોકો પણ મારી ખૂબ ચિંતા કરે છે. આ સમયે તેવા લોકો નસીબદાર છે જેમના માતા-પિતા તેમની સાથે છે. આ સમયે વડીલોને પ્રેમ, કેર અને અટેંશનની સૌથી વધુ જરૂરિયાત છે.

વધુમાં જૈકલીને જણાવ્યું કે, તેમની બહેન નોર્થ કૈરોલિના અમેરિકામાં રહે છે. ત્યાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. સુપરમાર્કેટ આઉટ ઓફ સ્ટોક થઇ ચૂક્યા છે. અને ત્યાં ના તો કોઇ સામાન છે અને ના તો દવાઓ. ભાઇ ઓસ્ટ્રેલિયામાં રહે છે. તેને તેમની ચિંતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન