Corona Virus will kill 1 million people in India by August : US Agency
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • USના રિસર્ચ ગ્રુપે કરી થથરાવી મુકતી આગાહી, 1 ઓગષ્ટ સુધીમાં ભારતમાં થશે 10 લાખ મોત

USના રિસર્ચ ગ્રુપે કરી થથરાવી મુકતી આગાહી, 1 ઓગષ્ટ સુધીમાં ભારતમાં થશે 10 લાખ મોત

 | 6:41 pm IST
  • Share

ભારતમાં કોરોના વાયરસની ઝપટમાં આવીને મરનારા લોકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. આજે મંગળવારે છેલ્લા 24 કલાકમાં 3449 કોરોના સંક્રમિત દર્દીઓ મોતને ભેટ્યા છે. આ દરમિયાન અમેરિકા ખાતે આવેલી ગ્લોબલ હેલ્થ રિસર્ચ સંસ્થાએ ભયંકર ચેતવણી આપી છે.

ગ્લોબલ હેલ્થ રિસર્ચ સંસ્થાએ ગંભીર ચેતવણી આપતા કહ્યું હતું કે, જો આકરા પગલા ના ભરવામાં આવ્યા તો 1 ઓગષ્ટ, 2021 સુધીમાં ભારતમાં 10 લાખથી પણ વધારે લોકો કોરોનાના કારણે મોતને ભેટશે. આ સંસ્થાએ આ અગાઉ 1લી ઓગષ્ટ સુધીમાં 9.60,00 મોતનું અનુંમાન અગાવ્યું હ્તું.

ભારતમાં કોરોના વાયરસ કાળો કેર વર્તાવી રહ્યો છે. દેશમાં કોરોનાના કેસનો આંકડો 2 કરોડને પાર કરી ગયો છે. છેલ્લા માત્ર 15 દિવસમાં સંક્રમણના 50 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા આંકડા અનુસાર કોરોના વાયરસના એક દિવસમાં 3,57,229 નવા કેસ આવતા કુલ સંક્રમિતોની સંખ્યા 2,02,82,833 પર પહોંચી ગઈ છે. જ્યારે 3449 લોકોના મૃત્યુની સાથે કુલ મૃત્યુઆંક 2,22,408 પર પહોંચી ગયો છે.

દેશમાં અત્યાર સુધી આ સંક્રામક રોગથી 2,22,408 લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના કેસ 19 ડિસેમ્બરના એક કરોડને પાર પહોંચ્યા હતા. તેના 107 દિવસ બાદ પાંચ એપ્રિલે સંક્રમણના કેસ 1.25 કરોડ પર પહોંચ્યા. પરંતુ મહામારીના કેસને 1.50 કરોડનો આંકડો પાર કરવામાં માત્ર 15 દિવસ લાગ્યા હતા.

ભારતમાં કોરોનાના કેસે 7 ઓગસ્ટ 2020ના 20 લાખનો આંકડો પાર કર્યો હતો. તો અમેરિકા સ્થિત સર્વોચ્ચ ગ્લોબલ હેલ્થ રિસર્ચ સંસ્થાએ અનુમાન વ્યક્ત કર્યું છે કે જો કઠોર ઉપાય અપનાવવામાં ન આવ્યા તો 1 ઓગસ્ટ 2021 સુધી ભારતમાં 10 લાખથી વધુ લોકોના મોત કોરોનાને કારણે થઈ શકે છે. પરંતુ આ પહેલા સંસ્થાએ આ તારીખ સુધી  960,000 મોતનું અનુમાન લગાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન