Corona's death in Chogath village of Bhavnagar district: 90 deaths in 20 days
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ગુજરાતના આ ગામમાં હૃદય કંપી ઉઠે તેવી સ્થિતિ, છેલ્લા 20 દિવસમાં કોરોનાથી 90થી પણ વધુ મોત

ગુજરાતના આ ગામમાં હૃદય કંપી ઉઠે તેવી સ્થિતિ, છેલ્લા 20 દિવસમાં કોરોનાથી 90થી પણ વધુ મોત

 | 12:31 pm IST
  • Share

ભાવનગર જિલ્લાનાં ઉમરાળા તાલુકાના છેવાડે આવેલ અને 13 હજારની વસ્તી ધરાવતા નાનકડા એવા ચોગઠ ગામમા કોરોનોએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 20 દિવસમાં લગભગ 90થી વધુ લોકોનાં મોત કોરોના સામેની લડાઈમાં જિંદગી હારી ગયા અને મોતને ભેટયા છે. છેલ્લા 20 દિવસ બાદ સ્મશાનની આગ ઓલવાઈ છે. સરકારી તંત્ર કોઈપણ સુવિધા પુરી પાડવામાં ઉણું ઉતર્યું છે. કોરોનાનાં ભયનાં ઓથાર હેઠળ ગ્રામલોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે.

ભાવનગર જિલ્લાના ઉમરાળા પંથકના ચોગઠ ગામમાં પણ રોજિંદા મોતની સંખ્યા પાંચથી સાત જેટલી થઈ રહી છે. છેલ્લા વીસેક દિવસમાં ગામમાં આશરે 90 જેટલા મોત થતા ગામમાં ભારે અરેરાટી વ્યાપી છે. ઉમરાળા તાલુકાના સૌથી વધુ 13 હજારની વસતિ ધરાવતા ચોગઠ ગામમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે.અને દરરોજ આશરે ચારથી પાંચ જેટલા લોકોના મોત થઇ રહયાં હોવા છતા તંત્ર દ્વારા લોકોના આરોગ્ય અને સારવાર અંગે કોઈપણ પગલા લેવામાં આવતા નથી.

ગામમાં છેલ્લા 20 દિવસમાં 90થી વધુ જેટલા લોકોના મોત નિપજતા હાહાકાર મચ્યો છે. પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. ટીબી ખાતે આવેલી હોસ્પિટલમાં કોવીડ સેન્ટર કાર્યરત કરવાનો આદેશ કરાયો હોવા છતાં જિલ્લા પ્રશાસન દ્વારા કોઇ પગલા લેવામાં આવ્યા નથી. કોવીડ સેન્ટર માટે આજુબાજુના ગામના લોકો અને ટ્રસ્ટીઓ કાગડોળે રાહ જોઇ રહયાં છે.

આ જીવલેણ મહામારીનાં કપરા સમયમાં નિર્દોષ માનવ જિંદગી હોમાઈ રહી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો અને રાજકારણીઓ ગામડાંમાં ડોકાયા સુધ્ધા નથી. જેથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. પ્રાથમિક સુવિધાઓથી વંચિત આ વિસ્તારોમાં રેપીડ ટેસ્ટ કીટ, દવાઓ, રિપોર્ટ કે ઓક્સિજનની એકપણ સુવિધા નથી.

છેલ્લા 20 દિવસ બાદ સ્મશાનની આગ શાંત પડી

ચોગઠ ગામનાં સ્મશાનમાં છેલ્લા 20 વરસથી સેવા કરતા સ્મશાનમા સેવા આપતા નિવૃત શિક્ષક ગિરજાશંકર જોશીનાં જણાવ્યા અનુસાર આ ગામના છેલ્લા 20 દિવસમાં લગભગ 90 અંતિમ સંસ્કારો કરવામાં આવ્યા છે. 20 દિવસ બાદ આ સ્મશાનની આગ શાંત થઈ છે. હૃદય કંપાવી નાખે અને હૃદય ધબકારો ચુકી જાય એવી ભયાનક અને કરુણ પરિસ્થિતિના દ્રશ્યો સર્જાય ત્યારે પરિવારજનોને છાનું રાખવા વાળું મળતું નથી.

મોતનો સાચો આંકડો 15મી મે પછી ખબર પડે

ચોગઠ ગામમાં કોરોનાએ કાળો કેર વર્તાવે છે. અંદાજે 20 દિવસમાં 90 મોત થયા હોવાનો અહેવાલ સાપડે છે. આ સંદર્ભે ચોગઠના તલાટી ધર્મદીપસિંહ ગઢવીએ જણાવ્યુ હતુ કે, એપ્રિલ માસમાં 27 મોત થયા હતા અને અન્ય બિમારીઓ સહિત અંદાજે 60 મોત થયા છે પણ કોરોનાથી તો માત્ર 20 મોત થયા છે. સાચો આંકડો તો 15મી મે પછી જાણી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન