Corona's election picture in America could also change, says survey of Indian Americans, including Gujarati?
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • અમેરિકામાં કોરોના ચૂંટણીનું ચિત્ર પણ બદલી શકે છે, શું કહે છે ગુજરાતી સહિત ભારતીય અમેરિકનોનો સર્વે?

અમેરિકામાં કોરોના ચૂંટણીનું ચિત્ર પણ બદલી શકે છે, શું કહે છે ગુજરાતી સહિત ભારતીય અમેરિકનોનો સર્વે?

 | 10:03 am IST
  • Share

કોરોના મહામારી (Corona Epidemic)વચ્ચે પણ અમેરિકા (America)અત્યારે ચૂંટણીનાં રંગે રંગાયેલું છે. પણ સાથે એ પણ ન ભુલવું જોઇએ કે અમેરિકામાં કોરોનાનો કહેર પણ સૌથી વધી રહ્યો છે અને તેમાં પણ ગુજરાતીઓની વધુ વસતિ છે તે રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ મોટાપાયે ફેલાયેલું છે. અમેરિકામાં અનેક ગુજરાતીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, અને અનેક નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.

અમેરિકામાં નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી યોજાનાર છે. હાલનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન એકબીજાને હરીફાઇ આપવા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે, પણ તેની વચ્ચે અમેરિકામાં કોરોના જાણે ભુલઇ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીનાં આંકડા કહે છે કે, અમેરિકામાં 24 કલાકમાં 72,000 નવા કેસ સામે આવી રહ્યા છે. તેનાં બે દિવસ પહેલાં 68,000 નવા કેસ એક દિવસમાં આવ્યા હતા. જુલાઇ પછી આ એક દિવસમાં સંક્રમણનો સૌથી મોટો આંકડો છે. રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી હવે માત્ર બે સપ્તાહ દૂર છે અને તેના કારણે સમગ્ર તંત્ર ચૂંટણીની તૈયારીઓમાં અટવાયેલું છે અને કોરોના પર ધ્યાન દેવાઇ રહ્યું નથી.

પણ આ જ કોરોના ચૂંટણીનું ચિત્ર પણ બદલી શકે છે, કેમ કે, જ્યાં ગુજરાતીઓની વસતિ સૌથી વધુ છે તેવા ફ્લોરિડામાં 7 લાખ 55 હજાર કોરોનાના કેસ છે, ન્યૂજર્સીમાં 2 લાખ 22 હજાર કેસ, કેલિફોર્નિયામાં 8 લાખ 78 હજાર કેસ અને કનેક્ટિક્ટમાં 82,830 કેસ કુલ થયા છે. આ રાજ્યોમાં કોરોનાના કેસ 50 ટકા વધ્યા છે. અને તાજેતરમાં કેસ ઝડપથી વધી રહ્યાં છે.

અમેરિકાનાં મોટાભાગનાં લોકો અને ભારતીય અમેરિકન્સ પણ એ વાત માને છે કે ટ્રમ્પ કોરોના સામે કોઇપણ પગલાં લેવામાં નિષ્ફળ સાબિત થયા છે. વળી, અત્યાર સુધીનો ઇતિહાસ જોઇએ તો ભારતીયો ડેમોક્રેટ્સને જ મત આપતા આવ્યા છે. કોરોના અંગે પગલાં લેવામાં ટ્રમ્પની નિષ્ફળતા તેમને ગુજરાતી મત મેળવવામાં ભારે પડી શકે છે. એક સર્વે પ્રમાણે ગુજરાતી સહિત ભારતીયો આ વખતે પણ ટ્રમ્પને મત આપવાથી દૂર રહી શકે છે. અમેરિકામાં દોઢ લાખથી વધુ ગુજરાતીઓ વસે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે મળીને ચૂંટણીનું કેમ્પેઇન કર્યું અને ભારત આવીને પણ પ્રચાર કર્યો. પણ તાજેતરમાં થયેલો ઇન્ડિયન અમેરિકન એટીટ્યુડ સર્વેમાં સામે આવ્યું છે કે, 72 ટકા ભારતીય અમેરિકન ચૂંટણીમાં બાઇડનને મત આપી શકે છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ માટે માત્ર 22 ટકા ભારતીય અમેરિકન મત આપી શકે છે. એટલે જો હજુ પણ ગુજરાતીઓની વધુ વસતી ધરાવતા રાજ્યોમાં બે સપ્તાહમાં કોરોનાને કાબુમાં લેવા પગલાં નહીં લેવાય તો ટ્રમ્પને તે ભારે પડી શકે છે.

જુઓ આ પણ વીડિયો: ‘ફેસ્ટિવલ સ્પેશિયલ’ ટ્રેનો દોડાવવાનું આયોજન કરાયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન