Corona's new variant N440K found in Andhra pradesh, India
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ભારતમાં મળ્યું કોરોનાનું વધુ એક ભયંકર સ્ટ્રેન, 15 ગણી ઝડપથી ફેલાવે છે લોકોમાં સંક્રમણ

ભારતમાં મળ્યું કોરોનાનું વધુ એક ભયંકર સ્ટ્રેન, 15 ગણી ઝડપથી ફેલાવે છે લોકોમાં સંક્રમણ

 | 3:53 pm IST
  • Share

ભારતમાં કોરોના વાયરસનું એક નવું વેરિયન્ટ સામે આવ્યું છે, જેનું નામ છે એપી સ્ટ્રેન. એટલે કે આ વેરિએન્ટ આંધ્ર પ્રદેશમાં જોવા મળ્યું છે. વૈજ્ઞાનિક ભાષામાં આને N440K વેરિએન્ટ બોલવવામાં આવી રહ્યું છે. આની શોધ કરી છે સેન્ટર ફૉર સેલ્યૂલર એન્ડ મોલિક્યૂલર બાયોલોજીના વૈજ્ઞાનિકોએ. કહેવામાં આવી રહ્યું છે કે આ વેરિએન્ટ 15 ઘણું વધારે સંક્રામક છે. આના કારણે 3થી 4 દિવસમાં જ લોકો બીમાર થઈ રહ્યા છે.

એપી સ્ટ્રેન એટલે કે N440K વેરિએન્ટને સૌથી પહેલા આંધ્ર પ્રદેશના કુરનૂલમાં શોધવામાં આવ્યું હતુ. આ વેરિએન્ટ B1.617 અને B1.618 વેરિઅન્ટથી વધારે શક્તિશાળી છે. વિશાખાપટ્ટનમના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર વી. વિયન ચંદે જણાવ્યું કે, CCMBમાં અત્યારે અનેક વેરિઅન્ટની તપાસ કરવામાં આવી રહી છે. કયું વેરિએન્ટ કેટલું ખતરનાક છે એ તો CCMBના સાયન્ટિસ્ટ જ જણાવી શકશે, પરંતુ આ વાત સત્ય છે કે નવો સ્ટ્રેન મળ્યો છે. તેના સેમ્પલ પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે.

એવું જોવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસનો નવો AP સ્ટ્રેન એટલે કે N440K જલદી વિકસિત થઈ રહ્યો છે. આનો ઇનક્યૂબેશન પીરિયડ અને બીમારી ફેલાવાની સમયસીમા ઓછી છે. આ ઘણી ઝડપથી ફેલાઈ રહ્યો છે સાથે જ વધારે લોકોને સંક્રમિત કરી રહ્યો છે. આ સ્ટ્રેનથી સંક્રમિત લોકો 3થી 4 દિવસમાં ગંભીર સ્થિતિ પર પહોંચી જઇ રહ્યા છે. આ વખતે નવા વેરિઅન્ટ ઝડપથી લોકોને બીમાર કરી રહ્યા છે. એપી સ્ટ્રેન એટલે કે N440K વેરિએન્ટને લઇને અત્યારે વૈજ્ઞાનિક પણ ચિંતિત છે. કેમકે આના વિશે વધારે કંઈ જાણવું મુશ્કેલ થઈ રહ્યું છે.

આ વાયરસ ઝડપથી યુવા લોકોને ટાર્ગેટ કરી રહ્યો છે. આ એમને પણ નથી છોડી રહ્યો જે ફિટનેસનું ધ્યાન રાખે છે અથવા જેમને ઇમ્યૂનિટી મજબૂત છે. લોકોના શરીરમાં સાઇટોકાઉન સ્ટોર્મ આવી રહ્યા છે. દક્ષિણ ભારતમાં અત્યારે 5 મુખ્ય કોરોના વેરિએન્ટ ફેલાયેલા છે. B.1, B.1.1.7, B.1.351, B.1.617 અને B.1.36 (N440K). એવું જોવા મળી રહ્યું છે કે દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણામાં અત્યારે એપી સ્ટ્રેન એટલે કે N440K વેરિએન્ટ ઘણી ઝડપથી ફેલાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન