Corona's South African Variant Attacks More On The Vaccinated Persons : Israeli Study
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વેક્સીન લેનારાઓ પણ સાવધાન, કોરોના વાયરસનું આ સ્વરૂપ કાળ બનીને ત્રાટકે છે

વેક્સીન લેનારાઓ પણ સાવધાન, કોરોના વાયરસનું આ સ્વરૂપ કાળ બનીને ત્રાટકે છે

 | 1:36 pm IST
  • Share

જે લોકોએ કોરોના વાયરસની વેક્સીન લઈ લીધી છે તેમને દક્ષિણ આફ્રિકામાં દેખાયેલો નવા સ્વરૂપના કોરોનાનું સંક્રમણ લાગવાનો ખતરો 8 ઘણો વધી જાય છે. ઈઝરાયલના વૈજ્ઞાનિકોએ હાથ ધરેલા એક અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે.

ઈઝરાયેલી વૈજ્ઞાનિકોના આ દાવાએ દુનિયાભરમાં ફરી ફફડાટ મચાવ્યો છે. જો કે ભારતના મુખ્ય વાયરોલોજીસ્ટ નિષ્ણાંતોમાનાં એક એવા ડો, ગગનદીપ કાંગે કહ્યું છે કે, સ્થિતિ એ હદની પણ ભયાનક નથી જેટલો કે અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે.  

શું કહે છે ઈઝરાયેલી સ્ટડી?

તેમણે જણાવ્યું હતું કે, ઈઝરાયેલી સ્ટડીમાં એ લોકોને શામેલ કરવામાં આવ્યા હતાં જેમણે વેક્સીન લીધી હતી. ત્યાર બાદ તેમની સરખામણી કોરોનાની વેક્સીનના લેનારાઓ સાથે કરવામાં આવી હતી. મોટા ભાગના લોકો કોરોના વાયરસના યૂકે વેરિયેંટ B.1.1.7થી સંક્રમિત હતાં. અભ્યાસમાં જાણવા મળ્યું હ્તું કે, જે લોકોએ કોરોનાની વેક્સીન લીધી હતી કે પછી બીજો ડોઝ લીધાને એક અઠવાડીયા જેટલો સમય થયો હતો તેઓ આ વેરિયંટની ઝપટમાં ઓછા પ્રમાણમાં આવ્યા હતાં.  

પરંતુ સાઉથ આફ્રિકાનો વેરિયેંટ B1.351એ એવા આઠ લોકોને સંક્રમિત કર્યા હતાં. જ્યારે એક જ વ્યક્તિ એવો હતો જે કોર્ના સંક્રમિત મળી આવ્યો હતો જેને વેક્સીન નહોતી લીધી. આમ સાઉથ આફ્રિકાના વેરિયેંટથી સંક્રમિત થવાનો રેશિયો 8:1 છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, સાઉથ આફ્રિકાના કોરોના વેરિયેંટ પર વેક્સીનની કોઈ ખાસ અસર થતી નથી. જોકે એક હકીકત એ પણ છે કે, 14 દિવસ પહેલા કોરોના વેક્સીનનો બીજો ડોઝ લેનારાઓ પર આ વેરિયેંટનું સંક્રમણ લાગતુ નથી.  

શું ભારતે ચિંતા કરવાની જરૂર ખરી?

ડૉ, કાંગના જણાવ્યા પ્રમાણે સ્પાઈક પ્રોટીન પર આધારી તમામ વેક્સીન સાથે આ પ્રકારની સમસ્યા આવી શકે છે. આપણે દુનિયાભરની વેક્સીનની અસરને લઈને અભ્યાસ કરવો પડશે. કારણ કે, ભારતમાં ફાઈઝર વેક્સીનનો ઉપયોગ નથી થઈ રહ્યો. ના તો ભારતમાં સાઉથ આફ્રિકાના વેરિયેંટના વધારે કેસ છે.

શું ભારતે ઈઝરાયેલના આ અભ્યાસથી ચિંતિત થવાની જરૂર નથી? જેનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, મૂળ સવાલ કોરોના વાયરસના જુદા જુદા વેરિયેંટ અને તેના પર જુદી જુદી વેક્સીનની અસરનો છે. ઈઝરાયેલમાં જે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે તે ફાઈઝર વેક્સીન પર ધરવામાં આવ્યો છે. માટે ભારતે ઈઝરાયેલના આ અભ્યાસથી ચિંતિત થવાની જરૂર નથી પરંતુ આપણે તૈયારીઓ જરૂર કરવી જોઈએ.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન