Corona's Third Wave May Come in India Soon, cases Increased in 13 states
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • કોરોનાની ત્રીજી લહેર ભારત પર ત્રાટકવાની નજીક, સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓથી મળ્યા સંકેત

કોરોનાની ત્રીજી લહેર ભારત પર ત્રાટકવાની નજીક, સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓથી મળ્યા સંકેત

 | 9:55 am IST
  • Share

દુનિયાભરમાં કોરોના વેક્સિન લગાવ્યા છતા ઝડપથી કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. આનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે. બ્રિટન, અમેરિકા અને રશિયા સહિત અનેક મોટા દેશોમાં કોરોનાના વધતા આંકડા ભારત માટે ચિંતા વધારનારા છે. જો કે દેશમાં લગભગ 68 ટકા લોકોમાં એન્ટીબોડી મળી છે, તેમ છતાં કોરોનાના આંકડાનું 40 હજારની આસપાસ રોકાઈ જવું ખતરા સમાન છે.

નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, કોરોનાના આંકડા જે રીતે સ્થિર થઈ ગયા છે તેને જોયા બાદ સંભાવના છે કે આંકડામાં જલદી વધારો જોવા મળશે. કોરોનાની બીજી લહેર બાદ કરવામાં આવેલા સીરો સર્વેમાં દેશના 68 ટકા લોકોમાં એન્ટીબોડી મળી છે. આમાં એ લોકો પણ સામેલ છે જેમને રસી લગાવવામાં આવી ચૂકી છે. તેમ છતાં દેશના 13 રાજ્યોમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. કેરળ, આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સા ઉપરાંત પૂર્વોત્તરના રાજ્યોમાં જે ઝડપથી કોરોનાના કેસો વધી રહ્યા છે તે ડરામણું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે કેરળ, આંધ્ર પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ અને પૂર્વોત્તરના 8 રાજ્યો સહિત કુલ 13 રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. મહિનાની શરૂઆતમાં કેટલાક રાજ્યો એવા હતા જ્યાં કોરોનાના કેસો વધી રહ્યા હતા. અત્યારે કોરોનાની ત્રીજી લહેર આવવાના સંકેત મળી રહ્યા છે. આવામાં લોકોની બેદરકારી આ લહેરને પણ બીજી લહેરની માફક જ ખતરનાક બનાવી શકે છે.

વધારે ભીડ કોરોનાને વધારી શકે છે. જો લોકો કેટલાક દિવસ વધુ ગાઈડલાઈનનું પાલન કરે તો કોરોનાની ત્રીજી લહેરથી બચી શકાય છે. સીરો સર્વેના રિપોર્ટ પ્રમાણે દેશમાં 40 કરોડ લોકો કોરોના સંક્રમણથી બચ્યા છે અને તેમણે અત્યાર સુધી રસી પણ નથી લગાવી. ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં 41 હજાર 383 નવા કેસો સામે આવ્યા છે, જ્યારે આ દરમિયાન 507 દર્દીઓના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન