Corona's Third Wave Will Also Come, How It Will Affect Is Difficult To Say : Central Chief Science Advisor
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મોદી સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની સવાસો કરોડ ભારતીયોને ગંભીર ચેતવણી

મોદી સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની સવાસો કરોડ ભારતીયોને ગંભીર ચેતવણી

 | 6:35 pm IST
  • Share

ભારત કોરોનાની બીજી લહેરના મારથી બરાબરનું કણસી રહ્યું છે ત્યાં કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે ચેતવણી આપી છે કે, દેશમાં હજી કોરોનાની ત્રીજી લહેર પણ આવી શકે છે. જોકે આ ત્રીજી લહેર ક્યારે આવશે તે કહી ના શકાય પરંતુ આપણે કોરોનાની આવનારી નવી લહેરોનો સામનો કરવા સજ્જ રહેવાની જરૂર છે.

કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેરનો પીક આ મહિનાના અંત સુધી આવી શકે છે. હાલ વાયરસનો કોઇ એવો વેરિઅન્ટ નથી જેના પર વેક્સીન પ્રભાવી ના હોય. દેશમાં કોરોના સંક્રમણની ભયાનક સ્થિતિને લઇને તેમણે કહ્યું હતું કે, આવું કોઇ એક નહીં પણ ઘણા કારણોથી થયું છે.

તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના નવા નવા વેરિએંટ સામે આવી રહ્યાં છે. ભારત સહિત દુનિયાભરમાં હજે આ પ્રકારના વેરિએંટ સામે આવતા રહેશે. આ નવા વેરિએન્ટે જ સંક્રમણની ઝડપ વધારી છે. કોરોનાના નવા સ્ટ્રેનનો સામનો કરવા માટે વેક્સીનને પણ અપડેટ કરવાની જરૂર પડશે.

વિજયરાઘવને કહ્યું હતું કે, હકીકતમાં ઘણી મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે જે ગંભીર ચિંતાનો વિષય છે. જોકે પીક અને ફોલ પર ધ્યાન આપવામાં આવે તો તેમાં લગભગ 12 સપ્તાહનો સમય લાગી શકે છે. રાજ્યો અને જિલ્લાના સંદર્ભમાં જોવા જોઈએ. સંપૂર્ણપણે કોરોનાના કેસમાં ઘટાડો થવામાં વધારે સમય લાગશે પણ આ મહિનાના અંત કે આગામી મહિનાની શરૂઆતમાં કેસ ઓછા થતા જોવા મળશે.

કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને પત્રકાર પરિષદમાં કહ્યુ કે, ભારતમાં કોરોનાની ત્રીજી લહેર જરૂર આવશે, તેનો કોઈ રોકી શકશે નહીં. પરંતુ આ લહેર ક્યારે આવશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ આપણે તે માટે તૈયાર રહેવું પડશે. કેન્દ્ર સરકારે કહ્યું કે, કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસોમાં કમીના સંકેત જરૂર મળ્યા છે, પરંતુ 12 રાજ્યોમાં હજુ પણ 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે બુધવારે કહ્યુ કે, દેશના 10 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 25 ટકાથી વધુ છે અને હજુ તેમાં વધુ કામ કરવાની જરૂર છે.

સ્વાસ્થ્ય મંત્રાલય સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ હતું કે, એક દિવસ પહેલાની સરખામણીમાં 2.4 ટકા કેસ વધ્યા છે તો કોઈ રાજ્યમાં વધુ મોત થયા છે. ઘણા રાજ્યોમાં એક દિવસ પહેલાના મુકાબલે મોતના આંકડામાં વૃદ્ધિ જોવા મળી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર, દિલ્હી, હરિયાણામાં વધુ મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે, કર્ણાટક, કેરલ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને બિહારમાં કોરોનાના પ્રતિદિન આવતા કેસોમાં તેજીનું વલણ છે. લવ અગ્રવાલે કહ્યું હતું કે, કેટલાક વિસ્તારને લઈને ચિંતા છે. બેંગલુરૂમાં એક સપ્તાહમાં આશરે 1.49 લાખ કેસ સામે આવ્યા છે. ચેન્નઈમાં 38 હજાર કેસ આવ્યા છે.

ભારતમાં કોરોના વિરુદ્ધ રસીકરણની અભિયાનની શરૂઆતથી લઈને અત્યાર સુધી રસીના 16 કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચુક્યા છે. આ સિદ્ધિ હાસિલ કરવામાં 109 દિવસનો સમય લાગ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે. ભારતની તુલનામાં અમેરિકાએ આ કારનામુ 111 દિવસ અને ચીને 116 દિવસમાં કર્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન