coronavirus disinfects tunnel you walk along it now tiruppur
  • Home
  • Featured
  • કોરોનાનેે પણ ભાગવું પડે એવો VIDEO વાયરલ, ભારતમાં આ જગ્યાએ અપનાવ્યો નવો આઈડિયા!

કોરોનાનેે પણ ભાગવું પડે એવો VIDEO વાયરલ, ભારતમાં આ જગ્યાએ અપનાવ્યો નવો આઈડિયા!

 | 2:00 pm IST

આખા દેશમાં 21 દિવસનું લોકડાઉન છે. કોરોના વાયરસને રોકવા માટે તમામ ઉપાયો કરવામાં આવી રહ્યા છે. આ જ અરસામાં તિરુપુર જિલ્લામાં લોકોને સેનેટાઈઝ કરવા માટે એક ટનલ બનાવવામાં આવી છે. આ ટનલને બજારના એન્ટ્રી પોઈન્ટ પર લગાવવામાં આવી છે. જે પણ માર્કેટમાં આવે છે એના પહેલા એમાંથી પસાર થવું પડે છે. જેથી તે સેનેટાઈઝ થઈને આવે.

3થી 5 સેકન્ડ સુધી આ ટનલમાંથી પસાર થવું પડે એટલે તે માણસ પુરી રીતે સેનેટાઈઝ થઈ જાય. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વાતનો આવિષ્કાર દરેક જગ્યાએ કરે એવી માગ છે. તિરૂપુર જિલ્લાના ડીએમના ટ્વીટર પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. શેર કરીને લખવામાં આવ્યું કે, અમે અમારી તરફથી આવી પહેલી ટનલ લગાવી છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન