Court slaps Nawab Malik for giving statements on wankhede family
  • Home
  • Featured
  • નવાબ મલિકને કોર્ટની ફટકારઃ વાનખેડે ફેમિલિ પર નિવેદન આપવાને લઈને રોક

નવાબ મલિકને કોર્ટની ફટકારઃ વાનખેડે ફેમિલિ પર નિવેદન આપવાને લઈને રોક

 | 1:32 pm IST
  • Share

  • નવાબ મલિકને કોર્ટની ફટકાર

  • વાનખેડે ફેમિલિ પર નિવેદન આપવા લગાવી રોક

  • ઈશારામાં પણ પરિવાર પર નહીં કરી શકે ટિપ્પણી

 

સમીર વાનખેડેના પિતાને બોમ્બે હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે તેમની અરજી પર નવાબ મલિક અને તેના પરિવારને નિર્દેશ આપ્યા છે. હવે વાનખેડે ફેમિલિના વિરોધમાં તેઓ કંઈ પણ પબ્લિશ કરી શકશે નહીં. સ્પષ્ટ કરાયું છે કે સીધી રીતે કે પછી ઈશારામાં પણ પરિવારને લઈને નિવેદન આપી શકાશે નહીં.

 

સમીર વાનખેડેના પિતાએ બોમ્બે કોર્ટમાં કરી હતી અરજી

ઉલ્લેખનીય છે કે સમીર વાનખેડેના પિતાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી કે નવાબ મલિક દ્વારા તેમની પર અને તેમના પરિવાર પર બિનજરૂરી નિવેદન આપવામાં આવે છે. તેની પર રોક લગાવવાની અપીલ કરાઈ હતી. આ કેસમાં કોર્ટની તરફથી નવાબ મલિકને ઝટકો મળ્યો છે. હવે તેઓ સમીર વાનખેડે અને તેમના પરિવારના વિરોધમાં કોઈ નિવેદન આપી શકશે નહીં.

સુનાવણીમાં મલિક અને વાનખેડેના પિતા વચ્ચે થઈ ઉગ્ર ચર્ચા

નવાબ મલિક દ્વારા સતત અપાતા નિવેદનને લઈને સુનાવણી સમયે પણ વાનખેડેના પિતા અને મલિક વચ્ચે ચર્ચા થઈ હતી. આ સમયે નવાબ મલિક સતત વાનખેડેની બહેનને લેડી ડોન કહીને સંબોધન કરી રહ્યા હતા. આ સમયે મલિકના વકીલે કહ્યું કે ફ્લેચર પટેલ નામનો વ્યક્તિ બોલતો હતો અને સાથે તેના ક્લાયન્ટે ફક્ત તેને શેર કર્યું છે. કોર્ટે આ દલીલને નકારી છે અને સ્પષ્ટ કર્યું છે કે કેસની સુનાવણી ચાલી રહી છે. આ સમયે નિવેદન કે આરોપ કરી શકાશે નહીં. નવાબ મલિકે વકીલને પૂછ્યું કે જો તેના ક્લાયન્ટ આવી આ નિવેદન કરવાનું બંધ કરશે કે નહીં.

 

નવાબ મલિક સોશ્યલ મીડિયાને પણ કરી રહ્યા છે યૂઝ

અનેક વાર નિવેદન આપવા માટે નવાબ મલિક સોશ્યલ મીડિયાની પણ મદદ લઈ રહ્યા હતા. તેની ફરિયાદ પણ કરવામાં આવી છે. તેમના વકીલનું કહેવું છે કે ક્યારેય મલિકે આવું કર્યું નથી. તેઓ વાનખેડેના વિરોધમાં મીડિયા ટ્રાયલ ઈચ્છે છે. નવાબ મલિકે કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું નથી. કહેવાય છે કે કોર્ટની વાતને લઈને તેઓ ક્રોસ અપીલ કરવા જઈ રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો