Covaxin effective in destroying corona delta, beta variants: a study
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોરોનાના ડેલ્ટા, બીટા વેરિઅન્ટ્સનો નાશ કરવામાં કોવેક્સિન અસરકારક : અભ્યાસ

કોરોનાના ડેલ્ટા, બીટા વેરિઅન્ટ્સનો નાશ કરવામાં કોવેક્સિન અસરકારક : અભ્યાસ

 | 12:22 pm IST
  • Share

પૂણેની ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી  (NIV)ના સંશોધકોએ કોરોના મટી ગયો હોય એવા ૨૦ દર્દીઓનો સેરા અને કોવેક્સિનના બે ડોઝ લઈ લીધા હોય એવા ૧૭ નાગરિકોના સેરા લઈને તેનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસના પરિણામે જાણવા મળ્યું કે કોરોના ફેલાવનાર સાર્સ-કોવ-૨ વાઇરસના ડેલ્ટા(B૧.૬૧૭.૨) અને બીટા (B.૧.૩૫૧) પ્રકારના વેરિઅન્ટને નિષ્ક્રિય કરી દે છે. ICMR અને NIVના નિષ્ણાતોના આ અભ્યાસના સંશોધન પેપરને હવે અન્ય નિષ્ણાતોના અભ્યાસ અર્થે મોકલવામાં આવશે.

અભ્યાસમાં જોવા મળ્યું હતું કે કોરોના વાઇરસના આ બંને વેરિઅન્ટ્સને નિષ્ક્રિય કરવામાં ઘટ પડવા છતાં તે વાઇરસના બંને વેરિઅન્ટ્સને નિષ્ક્રિય તો કરી જ દે છે. હૈદરાબાદની આ વેક્સિન કોરોના વાઇરસના બંને વેરિઅન્ટ્સ સામે બચાવી લે છે આ હકીકતથી તબીબી જગતમાં રાહતની લાગણી છે, કારણ કે આ બંને વેરિઅન્ટ ઝડપથી ફેલાતા હતા અને વધારે અસર કરતા હતા તેથી તબીબી જગત ચિંતામાં હતું. આ બંને વેરિઅન્ટ સામે અસરકારક નીવડેલી કોવેક્સિન કોરોનાવાયરસના ત્રીજા વેરિઅન્ટ B.૧.૧.૨૮.૨ સામે પણ અસરકારક બને એ માટેના પ્રયાસો ICMR અને NIVના નિષ્ણાતોએ શરૃ કરી દીધા છે.

આ ત્રીજા વેરિઅન્ટને WHO દ્વારા ચિંતાજનક ગણાવ્યો હતો. કોરોનાનો B.૬૧૭.૨ પ્રકારનો વેરિઅન્ટ ભારત સહિત ૪૪ દેશોમાં ફરી વળ્યો છે અને ખૂબ ઝડપથી ફેલાતો જાય છે તેથી એની સામે આખા જગતના નિષ્ણાતો ચિંતા સેવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન