covaxin is effective against Brazilian corona variant and Indian variant
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ભારતમાં કોરોનાના ભયાનક સંકટની વચ્ચે આવ્યા સારા સમાચાર, કોવેક્સિને બતાવ્યો ‘ચમત્કાર’

ભારતમાં કોરોનાના ભયાનક સંકટની વચ્ચે આવ્યા સારા સમાચાર, કોવેક્સિને બતાવ્યો ‘ચમત્કાર’

 | 10:18 am IST
  • Share

ભારતમાં કોરોના વાયરસની ભયંકર તબાહી વચ્ચે કોવેક્સિનના શાનદાર આંકડા કોઈ રાહતથી ઓછા નથી. એક નવી સ્ટડી પ્રમાણે ભારત બાયોટેક દ્વારા ડેવલપ ‘કોવેક્સિન’નું SARS-CoV-2 બ્રાઝિલિયન વેરિએન્ટ B.1.128.2 પર સારું રિઝલ્ટ મળ્યું છે. આ સ્ટડી ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ વાયરોલોજીની સાથે મળીને કરી છે. આની જાણકારી બાયોફાર્મા કંપની Ocugenએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આપી છે. ઉલ્લેખનીય છે કે બ્રાઝિલિયન વેરિએન્ટમાં E484K મ્યૂટેશન સામેલ હોય છે, જે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં જોવા મળ્યું હતુ.

ભારતમાં કોરોનાની બીજી ખતરનાક લહેર માટે આ વેરિએન્ટને પણ જવાબદાર માનવામાં આવે છે. પોતાની ગત સ્ટડીમાં ICMRએ દાવો કર્યો હતો કે કોવેક્સિન કોરોનાના યૂકે વેરિએન્ટ B.1.1.7 અને ભારતમાં જોવા મળેલા મ્યૂટેંટ વેરિએન્ટ B.1.617ને બેઅસર કરવામાં પણ કારગર છે. આ બંને સ્ટડીના આધાર પર એવું કહેવામાં આવી રહ્યું છે કે કોવેક્સિન કોરોના વાયરસના અનેક અલગ-અલગ પ્રકારના વેરિએન્ટને મજબૂતીની સાથે મુકાબલો કરી શકે છે.

વેક્સિન સાયન્ટિફિક એડવાઇઝરે બૉર્ડ ઑફ ઑક્યૂજેનના ચેરપર્સન ડૉ. સતીશ ચંદ્રને સોમવારના કહ્યું કે, “અમે આ સ્ટડીના રિઝલ્ટ જોઇને ઘણા જ ખુશ છીએ. કોવેક્સિન વાયરસના અલગ અલગ વેરિએન્યને બેઅસર કરવામાં સફળ થઈ શકે છે. અમને વિશ્વાસ છે કે આ વેક્સિન મ્યૂટેંટ વાયરસના બચીને નીકળી જવાની સંભાવનાને ખત્મ કરી શકે છે. ઑક્યૂજેન અમેરિકાની એક બાયોફાર્માસ્યૂટિકલ કંપની છે જે યૂએસ માર્કટ માટે કોવેક્સિન ડેવલપ કરી રહી છે. કંપનીના કો-ફાઉન્ડર ડૉ. શંકર મુસુનુરીએ જણાવ્યું કે, કોવેક્સિને આજ સુધી તમામ સ્ટડીમાં મજબૂત પરિણામ આપ્યા છે. અમને વિશ્વાસ છે કે આ વેક્સિન મહામારી સામે યુદ્ધમાં એક સારું હથિયાર સાબિત થશે.”

તેમણે જણાવ્યું કે, ઑક્યૂઝેનની ટીમે આની એક ડ્રગ માસ્ટર ફાઇલ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, યૂએસએ (FDA)ને સોંપી છે. અત્યારે આની ઇમરજન્સી યૂઝના આવેદન પર કામ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ વેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલના બીજા વચગાળાના પરિણામ શેર કરવામાં આવ્યા હતા. આમાં વેક્સિનનો ઓવરઑલ એફિકેસી રેટ 78 ટકા જણાવવામાં આવ્યો હતો, જ્યારે ગંભીર કેસોમાં એફિકેસી રેટ 100 ટકા હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન