Covaxin or covishield Which of these vaccines makes more antibodies?
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • કોવિશીલ્ડ અને કોવેક્સિનમાંથી કઈ વેક્સિન બનાવે છે વધારે એન્ટિબોડી? રિસર્ચમાં થયો મોટો ખુલાસો

કોવિશીલ્ડ અને કોવેક્સિનમાંથી કઈ વેક્સિન બનાવે છે વધારે એન્ટિબોડી? રિસર્ચમાં થયો મોટો ખુલાસો

 | 10:07 am IST
  • Share

દેશમાં પણ અત્યારે કોરોના વાયરસથી બચવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન એવી ચર્ચાઓ થઈ રહી છે કે કોવિશીલ્ડ અને કોવેક્સિનમાંથી કઈ વેક્સિન વધારે એન્ટિબોડી બનાવે છે. આ દરમિયાન એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે કોવેક્સિનની તુલનામાં કોવિશીલ્ડ લેનારાઓના શરીરમાં વધારે એન્ટિબોડી વિકસિત થઈ છે. આ રિસર્ચ હેલ્થકેર વર્કર્સની સાથે કરવામાં આવ્યું છે, જેમને કોવિશીલ્ડ અથવા કોવેક્સિન માંથી કોઈ એક વેક્સિનનો ડોઝ લાગી ચુક્યો છે.

COVAT તરફથી કરવામાં આવ્યું રિસર્ચ

આ રિસર્ચ કોરોના વાયરસ વેક્સિન ઇન્ડ્યુસ્ડ એન્ટિબોડી ટાઇટર એટલે કે COVAT તરફથી કરવામાં આવ્યું છે. આમાં જોવા મળ્યું કે કોવિશીલ્ડ લેનારાઓમાં એન્ટિ સ્પાઇક એન્ટિબોડી સંબંધિત સીરોપોઝિટિવિટી રેટ કોવેક્સિન લેનારાઓની સરખામણીએ વધારે હતો. જો કે અત્યારે આ રિસર્ચ પ્રકાશિત નથી થયું. આવામાં અત્યારે ક્લિનિકલ પ્રેક્ટિસમાં આનો ઉપયોગ ના થઈ શકે. જો કે રિસર્ચર્સનું કહેવું છે કે બંને વેક્સિને સારી ઇમ્યુનિટી વિકસિત કરી છે.

રિસર્ચમાં 552 હેલ્થવર્કર્સ સામેલ કરવામાં આવ્યા હતા

આ રિસર્ચમાં એ વાત સામે આવી છે કે કોવિશીલ્ડ અને કોવેક્સિનના બંને ડોઝ લીધા બાદ શરીરમાં વધારે સારો રિસ્પોન્સ પેદા થાય છે, પરંતુ સીરોપોઝિટિવિટી રેટ કોવિશીલ્ડ લેનારાઓમાં જ વધારે જોવા મળ્યો છે. આ રિસર્ચમાં 552 હેલ્થવર્કર્સ સામેલ કરવામાં આવ્યા હતા. આમાં 325 પુરુષ અને 227 મહિલાઓ હતી. આમાંથી 456 લોકોએ કોવિશીલ્ડનો પહેલો ડોઝ લગાવ્યો હતો. તો 96 લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લગાવરાવ્યો હતો. આમાં 79.03 ટકા સીરોપોઝિટિવિટી રેટ નોંધાયો હતો. કોવિશીલ્ડ માટે એન્ટિબોડી ટાઇટર 115AU/mi (ઑર્બિટરી યુનિટ પ્રતિ મિલીલીટર) અને કોવેક્સિન માટે 51AU/mi હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન