Covaxin vs Covishield: Bharat Biotech says comparative study lots of flaws
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • Covaxinને ઓછી અસરદાર બતાવા પર ભારત બાયોટેક ભડકયું, કહ્યું કે…

Covaxinને ઓછી અસરદાર બતાવા પર ભારત બાયોટેક ભડકયું, કહ્યું કે…

 | 1:07 pm IST
  • Share

કોરોના વેકસીન બનાવતી કંપની ભારત બાયોટેકે દેશમાં કોવેકસીન (Covaxin) અને કોવિશીલ્ડની અસર પર તાજેતરમાં આવેલા અભ્યાસને નકારી દીધો છે. કંપનીનું કહેવું છે કે ભારત બાયોટેકની કોવેકસીન અને સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડની અસરને તપાસનાર અભ્યાસમાં કેટલીય ખામીઓ છે.

વાત એમ છે કે તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં કોવેકસીનને કોવિશીલ્ડની સરખામણીમાં ખૂબ જ ઓછી અસરકારક ગણાવી છે. ભારત બાયોટેકે આ અભ્યાસને અવૈજ્ઞાનિત અને પૂર્વાગ્રહો પર આધારિત બતાવીને નકારી દીધો છે.

કંપનીએ એમ પણ જાહેરાત કરી કે તેઓ જુલાઇમાં કોવેકસીનના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલનો ડેટા જાહેર કરશે.

ભારત બાયોટેકે નિવેદન રજૂ કરી કહ્યું કે ભારતમાં બનેલી રસીને લઇ તાજેતરમાં આવેલી કેટલીય ખામીઓ છે. જર્નલમાં કોવેકસીનની સરખામણીમાં કોવિશીલ્ડને વધુ અસરદાર બતાવી છે. વેક્સીન બનાવના કંપનીએ એમ પણ કહ્યું કે અખિલ ભારતીય અધ્યયનમાં વેકીસનના બે ડોઝ લેનાર સ્વાસથ્યકર્મીઓની પ્રતિક્રિયાઓ લીધી છે. જર્નલમાં પ્રકાશિત સ્ટડીમાં આંકડા અને વૈજ્ઞાનિકતાનો અભાવ છે. આ પહેલેથી ‘નક્કી પરિકલ્પના’ પર આધારિત છે.

ભારત બાયોટેકે કહ્યું કે જુલાઇમાં ત્રીજા તબક્કાના ટ્રાયલ્સના આંકડાને જાહેર કરી દેવાશે. કંપનીના મતે ત્રીજા તબક્કાના ટ્રાયલના ડેટા સૌથી પહેલાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનમાં જમા કરાશે. ત્યારબાદ તેને પીયર રિવ્યુડ જર્નલ્સમાં પ્રકાશિત કરાશે. પછી જુલાઇ દરમ્યાન તેને સાર્વજનિક કરાશે.

કોવેકીસનને જાન્યુઆરીમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી હતી પરંતુ એ સમયે તે હજી ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અખિલ ભારતીય અધ્યયને દાવો કર્યો હતો કે કોવિશીલ્ડ વેકસીન કોવેક્સીનની સરખામણીમાં વધુ એન્ટીબોડી બનાવી રહ્યું છે. સ્ટડીમાં કહ્યું હતું કે કોવિશીલ્ડની સરખામણીમાં કોવેકસીન ઓછી અસરદાર છે. જો કે આ અભ્યાસ પબ્લિશન નથી. આ સ્ટડીમાં 13 રાજ્યોના 22 શહેરોમાંથી 515 સ્વાસ્થયકર્મીઓને સામેલ કરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન