COVID hospitalization expenses to average worker 7-month pay: Study
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • એક વખત COVID ICUમાં ગયા નહિં કે 7 મહિનાનો પગાર સાફ!, જાણો સંપૂર્ણ માહિતી

એક વખત COVID ICUમાં ગયા નહિં કે 7 મહિનાનો પગાર સાફ!, જાણો સંપૂર્ણ માહિતી

 | 6:56 am IST
  • Share

કોરોના મહામારીએ દેશમાં કોહરામ મચાવી દીધો છે. તેની ઝપટમાં આવતા આર્થિક રીતે એ હદે કેડ વળી ગઇ છે કે તેનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે આમ આદમી માટે ICUમાં કોરોનાની સારવારનો ખર્ચ 7 મહિનાના પગારની બરાબર છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. કેઝુઅલ વર્કર્સ માટે તો આ ખર્ચ એક વર્ષ અને 3 મહિનાની ઇનકમ બરાબર છે.

ભારતમાં કોવિડનું ટેસ્ટિંગ અને સારવારના ખર્ચ અંગે એક અભ્યાસ Public Health Foundation of India અને Duke Global Health Instituteએ કર્યો છે. અત્યારે આ પ્રી-પ્રિન્ટ સ્ટેજમાં છે. તેમાં સરકાર દ્વારા નક્કી કિંમતોનો ઉપયોગ કરાયો છે. તેના મતે એપ્રિલ 2020થી જૂન 2021 સુધીમાં કોરોનાના ટેસ્ટિંગ અને સારવાર પર 64,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચા કરાયો છે. હોસ્પિટલમાં સારવારનો ખર્ચ ખૂબ જ વધુ છે અને સમાજનો એક મોટો વર્ગ તેને ઉઠાવાની સ્થિતિમાં નથી.

આખા વર્ષની કમાણી કરતાં વધુ ખર્ચ

તેમને મતે ICUમાં સારવારનો ખર્ચ 86% કેઝુઅલ વર્કર્સની વાર્ષિક આવક કરતાં વધુ છે. આ જ રીતે આ 50% પગારદારની વાર્ષિક આવક અને સ્વરોજગારમાં લાગેલા બે-તૃત્યાંશ લોકોની વાર્ષિક આવકથી વધુ છે. એટલે સુધીકે હોસ્પિટલમાં આઇસોલેશનનો ખર્ચ 43 ટકાથી વધુ કેઝુઅલ વર્કર્સની વાર્ષિક ઇનકમથી વધુ છે. આ સ્વરોજગારમાં લાગેલા એક ચતુર્થાંશ લોકો અને 15 ટકા સેલરીડ લોકોની વાર્ષિક આવક કરતાં વધુ છે.

ખાનગી હોસ્પિટલોમાં RT-PCR ટેસ્ટનો ખર્ચ 2200 રૂપિયા છે જે કોઇ કેઝુઅલ વર્કરની એક સપ્તાહની કમાણીની બરાબર છે. બીમારીના લીધે એકથી વધુ ટેસ્ટ કરાવા પડે છે અને પરિવારના બીજા સભ્યોને પણ ટેસ્ટ કરાવો પડે છે. તેના લીધે પરિવાર પર પણ ભારે આર્થિક બોજ પડે છે. સ્ટડીના પ્રમુખ લેખક શક્તિવેલ સેલ્વરાજે કહ્યું કે અમે વિભિન્ન રાજ્ય સરકારો દ્વારા નક્કી ભાવના સરેરાશના આધાર પર આ ખર્ચ નીકાળ્યો છે. પરંતુ કેટલીય વસ્તુઓને તેનાથી બહાર રખાઇ છે. આથી વાસ્તવિક ખર્ચ તે અનુમાન કરતાં કયાંય વધુ હોઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન