cowin data of 150 million leaked claims fake website security
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શું ખરેખર કોરોના વેક્સિન લેનારા 15 કરોડ યૂઝર્સનો ડેટા થયો લીક? CoWin પ્લેટફોર્મ કેટલુ સુરક્ષીત

શું ખરેખર કોરોના વેક્સિન લેનારા 15 કરોડ યૂઝર્સનો ડેટા થયો લીક? CoWin પ્લેટફોર્મ કેટલુ સુરક્ષીત

 | 12:08 pm IST
  • Share

ગુરુવારે એક વેબસાઇટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વેક્સિન મેળવનારા 150 કરોડ ભારતીયોના ડેટા ડાર્ક વેબ પર લીક થયો છે. જો કે, આરોગ્ય મંત્રાલય અને સુરક્ષા સંશોધનકારે ડેટા લીક થવાની આ ઘટનાને નકારી છે. પરંતુ આ મામલાની તપાસ કરાઈ હોવાનું જણાવાયું છે. CoWin પ્લેટફોર્મ દ્વારા, દેશમાં COVID-19 વેક્સિનનો સ્લોટ બુક કરવામાં આવે છે.

કોવિન પર સ્લોટ બુક કરવા માટે, યુઝર્સ તેમના આધાર કાર્ડ અથવા અન્ય કોઈ સરકારી આઈડી કાર્ડ, ફોન નંબર અને લોકેશન જેવી માહિતી સબમિટ કરવાની હોય છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 150 કરોડ યુઝર્સના ફોન નંબર અને આધાર કાર્ડની વિગતો લીક થઈ ગઈ છે.

ગુરુવારે Data Leak Market પર દાવો કરવામાં આવ્યો હતો કે ભારતમાં કોવિડ -19 વેક્સિન લેનારા લોકો વિશેની માહિતી ધરાવતો ડેટાબેસ $ 800 માં વેચાયો હતો. આ ડેટા કથિત લીક થયા છે તેમાં વેક્સિન માટે નોંધણી કરાવનારા લોકોનાં નામ, આધાર નંબર, લોકેશન અને ફોન નંબર શામેલ છે. આ વેબસાઇટે દાવો કર્યો હતો કે તે ડેટા ઓરીજનલ લીકર નથી, પરંતુ રીસેલર છે.

સિક્યોરિટી રિસર્ચર રાજશેખરના જણાવ્યા અનુસાર, કોવિડ ડેટા લીક કરવાનો દાવો કરનારી વેબસાઇટ સંપૂર્ણપણે નકલી છે. બનાવટી વેબસાઇટ્સના સ્ક્રીનશોટ શેર કરી તેમણે લખ્યું, ‘કોવિન પોર્ટલ હેક નથી થયુ!! કેટલાક નકલી #DarkwebLeakMarket ભારતમાં વેક્સિન અપાવનારા 150 કરોડ લોકોનો ડેટા વેચવાનો દાવો કરે છે તે સંપૂર્ણપણે ફેક છે. આ એક બિટકોઇન કૌભાંડ છે. આના પર આધાર રાખશો નહીં. સ્ક્રીનશોટ તપાસો. નકલી લિક અહીં લીસ્ટેડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન