Cricket South Africa's embarrassing attitude towards Chennai Super Kings' Proteas players
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટ બોર્ડની શરમજનક હરકતથી સોશિયલ મીડિયામાં ભડકો

ક્રિકેટ બોર્ડની શરમજનક હરકતથી સોશિયલ મીડિયામાં ભડકો

 | 3:43 pm IST
  • Share

  • ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ડુપ્લેસીસની અવણગણના કરી
  • સોશિયલ મીડિયામાં લોકોએ બોર્ડનો ઉધડો લીધો
  • ક્રિકેટ સાઉથ આફ્રિકાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ઘમાસાણ

એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઇ સુપર કિંગ્સે 15 ઓક્ટોબરે ચોથી વખત આઇપીએલની ટ્રોફી પોતાના નામે કરી છે. ચેમ્પિયન ‘યલો આર્મી’માં દક્ષિણ આફ્રિકાના 3 ખેલાડી પણ સામેલ છે. જેમના યોગદાનથી સીએસકે એ આ સફળતા હાંસલ કરી છે.

ડેપ્લુસી-તાહિરને નજરઅંદાજ કર્યા

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ચેન્નઇ સુપર કિંગ્સના આઇપીએલ 2021નો પુરસ્કાર જીતવા માટે શરૂઆતી સોશિયલ મીડિયા પોસ્ટમાં લુંગી એનગિડીને શુભેચ્છા પાઠવી હતી પરંતુ ફાફ ડુપ્લેસી અને લેગ સ્પિનર ઇમરાન તાહિરી અવગણના કરી હતી, જેના કારણે આ બોર્ડની આલોચના થઇ હતી. સોશિયલ મીડિયામાં લોકોએ બોર્ડની એવી ફજેતી કરી હતી કે બોર્ડે બાદમાં આ પોસ્ટને હટાવી દીધી હતી અને બીજી પોસ્ટ લગાવી દીધી હતી.

બોર્ડની શરમજનક હરકત

આ પહેલા સીએસકેની ખિતાબી જીત બાદ ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી,‘ચેન્નઇ સુપર કિંગ્સ માટે 2021ની આઇપીએલ ટ્રોફી જીતવા માટે લુંગી એનગિડીને શુભેચ્છા’. પરંતુ બોર્ડે ડુપ્લેસીને નજરઅંદાજ કર્યો જે આઇપીએલની ફાઇનલ મેચમાં 59 બોલમાં 89 રન બનાવીને મેન ઓફ ધ મેચ રહ્યો હતો.

ડુપ્લેસીને ખોટું લાગ્યું

ડેલ સ્ટેન અને પોતે ફોફ ડુપ્લેસીને બોર્ડની આ હરકત સારી ના લાગી, જેની સાથે અન્ય ખેલાડીઓએ બોર્ડની આલોચના કરી. સીએસકે માટે 633 રન બનાવીને સિઝનના બીજા સર્વાધિક રન બનાવનાર ખેલાડી રહેલા ડુપ્લેસીએ આ સંદેશનો જવાબ આપ્યો,‘સાચે જ’ સ્ટેને શું કહ્યું?

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો