ભારત A અને યુએઈ વચ્ચે રમાયેલી મેચમાં વૈભવ સૂર્યવંશીએ શાનદાર બેટિંગ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. યુએઈ સામે વૈભવે માત્ર 28 બોલમાં સદી ફટકારી હતી. ત્યારબાદ 40 બોલમાં 150 રન પૂરા કર્યા હતા. હવે તેણે 52 બોલમાં 200 રન ફટકાર્યા છે ભારત A અને યુએઈ વચ્ચેની મેચમાં વૈભવ સૂર્યવંશીએ બેટથી તોફાન મચાવ્યું છે. વૈભવે યુએઈના બોલરો સામે આક્રમક બેટિંગ કરતાં વ્યક્તિગત 200 રનનો આંકડો પાર કર્યો છે. તેની આ ઇનિંગે ક્રિકેટપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે.

28 બોલમાં ફટકારી સદી

વૈભવે શરૂઆતથી જ આક્રમક અંદાજ અપનાવ્યો હતો. તેણે માત્ર 11 બોલમાં અડધી સદી અને 28 બોલમાં સદી પૂરી કરી હતી. ત્યારબાદ 40 બોલમાં 150 રનનો આંકડો પણ પાર કર્યો હતો.

છગ્ગાની મદદથી રનનો વરસાદ

વૈભવે મેદાનની ચારે તરફ શોટ ફટકારીને યુએઈના બોલરોને મુશ્કેલીમાં મૂક્યા હતા. તેની ઇનિંગમાં છગ્ગાઓની પણ મોટી ભૂમિકા રહી હતી. અગાઉના આંકડા મુજબ 150 રન સુધી પહોંચતી વખતે તેના બેટમાંથી 20 છગ્ગા નીકળ્યા હતા.

https://x.com/BCCI/status/2125195787034607786?a=oaUld3oYZwlpQpZhHMo&s=20 


એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં વૈભવની ઐતિહાસિક ઇનિંગ

એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં મંગળવારે ભારત A અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે રમાયેલી મેચમાં વૈભવ સૂર્યવંશીએ બેટથી ધમાલ મચાવી હતી. દોહાની યુનિવર્સિટી ઓફ દોહા ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં વૈભવે માત્ર 52 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. તેણે કુલ 53 બોલમાં 204 રન બનાવ્યા હતા, જેમાં 28 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થયો હતો.

લિસ્ટ-એ ક્રિકેટની સૌથી ઝડપી બેવડી સદી

વૈભવે 52 બોલમાં 200 રન પૂરા કરીને લિસ્ટ-એ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલાં આ રેકોર્ડ ચાડ બોવ્સના નામે હતો. તેણે 2024માં કેન્ટરબરી તરફથી ઓટાગો સામે 103 બોલમાં 200 રન બનાવ્યા હતા.

https://x.com/ANI/status/2125195217792065736?a=K9cW8uIFfI24HCbw3tg&s=20 


લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી:

52 બોલ – વૈભવ સૂર્યવંશી, ભારત A સામે UAE, 2026

103 બોલ – ચાડ બોવ્સ, કેન્ટરબરી સામે ઓટાગો, 2024

114 બોલ – એન. જગદીશન, તમિલનાડુ સામે અરુણાચલ, 2022

114 બોલ – હેરી બ્રુક, ઇંગ્લેન્ડ સામે શ્રીલંકા, 2026

28 બોલમાં સદી ફટકારી, જૂનો રેકોર્ડ તોડ્યો

વૈભવે માત્ર 28 બોલમાં સદી પૂરી કરી હતી. આ સાથે તેણે લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. અગાઉ આ રેકોર્ડ જેક ફ્રેઝર-મેકગર્કના નામે હતો. તેણે 2023માં સાઉથ ઓસ્ટ્રેલિયા તરફથી તાસ્માનિયા સામે 29 બોલમાં સદી ફટકારી હતી.

https://x.com/BCCI/status/2125199801285505181?a=LZrNX6ug38KqPR33Iw4&s=20 


લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી:

28 બોલ – વૈભવ સૂર્યવંશી, ભારત A સામે UAE, 2026

29 બોલ – જેક ફ્રેઝર-મેકગર્ક, સાઉથ ઓસ્ટ્રેલિયા સામે તાસ્માનિયા, 2023

31 બોલ – એબી ડી વિલિયર્સ, સાઉથ આફ્રિકા સામે વેસ્ટ ઇન્ડિઝ, 2015

32 બોલ – સકીબુલ ગની, બિહાર સામે અરુણાચલ, 2025

33 બોલ – ઈશાન કિશન, ઝારખંડ સામે કર્ણાટક, 2025

એક ઇનિંગમાં 28 છગ્ગા ફટકાર્યા

વૈભવે પોતાની ઇનિંગમાં કુલ 28 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે તેણે વ્યાવસાયિક ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલાં તન્મય અગ્રવાલે 2024માં હૈદરાબાદ તરફથી અરુણાચલ સામે રણજી ટ્રોફીની મેચમાં 26 છગ્ગા ફટકાર્યા હતા.

વ્યાવસાયિક ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા:

28 – વૈભવ સૂર્યવંશી, ભારત A સામે UAE, 2026

26 – તન્મય અગ્રવાલ, હૈદરાબાદ સામે અરુણાચલ, 2024

23 – કોલિન મુનરો, ઓકલેન્ડ સામે સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ, 2015

23 – ડાર્સી શોર્ટ, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે ક્વીન્સલેન્ડ, 2018

https://x.com/BCCI/status/2125187710654829026?a=iV9MkBB8JfMxM0ypQPY&s=20 


પ્રથમ ઓવરથી જ શરૂ કર્યો છગ્ગાનો વરસાદ

વૈભવે ભારત Aની ઇનિંગની પ્રથમ ઓવરમાં જ ઝાહિદ અલીને સતત 3 છગ્ગા ફટકારીને પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા. ત્યારબાદની ઓવરમાં ઇબરાર અહેમદ સામે 2 છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. આગલી ઓવરમાં બાસિલ હમીદની બોલિંગમાં વૈભવે 3 છગ્ગા ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 8 છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી માત્ર 16 બોલમાં 50 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે 28 બોલમાં સદી પૂરી કરી હતી.

વૈભવની ઝડપી સદીઓનો રેકોર્ડ

વ્યાવસાયિક ક્રિકેટમાં વૈભવે અલગ-અલગ સ્પર્ધાઓમાં ઝડપી સદી ફટકારી છે. ભારત A તરફથી UAE સામે 2026માં તેણે 28 બોલમાં સદી પૂરી કરી હતી. આ પહેલાં 2025માં ભારત A તરફથી UAE સામે ટી-20માં 32 બોલમાં સદી ફટકારી હતી.

વૈભવ સૂર્યવંશીની ઝડપી સદીઓ:

28 બોલ – ભારત A સામે UAE, દોહા, 2026

32 બોલ – ભારત A સામે UAE, દોહા, 2025

35 બોલ – રાજસ્થાન રોયલ્સ સામે ગુજરાત ટાઇટન્સ, 2025

36 બોલ – બિહાર સામે અરુણાચલ, 2025

36 બોલ – રાજસ્થાન રોયલ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદ, 2026

58 બોલ – બિહાર સામે મહારાષ્ટ્ર, 2025



આ પણ વાંચો :    India A vs UAE Live : વૈભવનો 52 બોલમાં 204 રનનો મહાવિસ્ફોટ! ભારત-એનો 7 વિકેટે ભવ્ય વિજય!