હેરી બ્રુકના નેતૃત્વ હેઠળ ઇંગ્લેન્ડે ભારત સામે ઘરઆંગણે પાંચ મેચની T20I સીરિઝની ત્રીજી મેચમાં એકતરફી 125 રનથી વિજય મેળવ્યો હતો,જેનાથી સીરિઝમાં 2-0ની લીડ મેળવી હતી.આ મેચમાં ઇંગ્લેન્ડની બેટિંગે શાનદાર પ્રદર્શન કર્યું હતું.પરંતુ તેમની બોલિંગ પણ પ્રભાવશાળી સાબિત થઈ હતી.જેમાં લેગ-સ્પિનર ​​આદિલ રશીદનો પણ સમાવેશ થાય છે.જેણે 2.4 ઓવરમાં માત્ર 14 રન આપીને બે વિકેટ લીધી હતી.આ સાથે રાશિદ હવે T20Iમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે.

આદિલ રશીદે ઇશ સોઢીને પાછળ છોડી દીધો

ઇંગ્લેન્ડના લેગ-સ્પિનર ​​આદિલ રશીદને T20Iમાં મેચ વિનિંગ બોલર માનવામાં આવે છે, જેણે તેની સ્પિન બોલિંગથી ઘણી મેચોમાં ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.આદિલ રશીદે ત્રીજી T20I માં વરુણ ચક્રવર્તીને બોલ્ડ કરતાની સાથે જ, તે ઇશ સોઢીને પાછળ છોડીને T20Iમાં બીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો.આદિલ રશીદ પાસે હવે T20Iમાં 166 વિકેટ છે,જ્યારે અફઘાનિસ્તાનનો સ્ટાર ખેલાડી રાશિદ ખાન 193 વિકેટ સાથે યાદીમાં ટોચ પર છે.

T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરો

રાશિદ ખાન (અફઘાનિસ્તાન) - 193 વિકેટ

આદિલ રશીદ (ઇંગ્લેન્ડ) - 166 વિકેટ

ઇશ સોઢી (ન્યુઝીલેન્ડ) - 165 વિકેટ

ટિમ સાઉથી (ન્યુઝીલેન્ડ) - 164 વિકેટ

વાનિંદુ હસરંગા (શ્રીલંકા) - 161 વિકેટ

મુસ્તફિઝુર રહેમાન (બાંગ્લાદેશ) - 160 વિકેટ

ઇંગ્લેન્ડે રન માર્જિન દ્વારા તેમની ત્રીજી સૌથી મોટી જીત નોંધાવી

ભારત સામે ઇંગ્લેન્ડનો 125 રનનો વિજય T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં રન માર્જિન દ્વારા તેમની ત્રીજી સૌથી મોટી જીત છે. ઇંગ્લેન્ડે ૨૦૨૫માં દક્ષિણ આફ્રિકા સામેની T20 મેચમાં ૧૪૬ રનથી અને ૨૦૧૯માં વેસ્ટ ઇન્ડીઝ સામેની T20 મેચમાં ૧૩૭ રનથી જીત મેળવી હતી. આ જીત હવે ત્રીજા ક્રમે છે.

આ પણ વાંચો - Shreyas Iyer Statement : 125 રનથી હાર્યા બાદ શ્રેયસ ઐયર નારાજ, બેટિંગ અને બોલિંગમાં..!