આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી અજિંક્ય રહાણે હવે પોતાની કારકિર્દીમાં પહેલી વાર વિદેશી T20 લીગમાં રમતા જોવા મળશે.26 ઓગસ્ટથી શરૂ થનારી યુરોપિયન T20 પ્રીમિયર લીગની શરૂઆતની સીઝન માટે અજિંક્ય રહાણે એમ્સ્ટરડેમ ફ્લેમ્સ ટીમમાં માર્કી પ્લેયર તરીકે જોડાયા છે.રહાણેના ETPLમાં જોડાવાના સમાચાર 7 ઓગસ્ટના રોજ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા હતા.ટેસ્ટ ક્રિકેટના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક ગણાતા રહાણેને T20 ક્રિકેટમાં પણ નોંધપાત્ર અનુભવ છે. 

ક્રિકેટે મને ઘણું બધું આપ્યું છે

નિવૃત્તિની જાહેરાત કર્યા પછી ETPLમાં રમવાના પોતાના નિર્ણય વિશે વાત કરતા અજિંક્ય રહાણેએ કહ્યું,ક્રિકેટે મને ઘણું આપ્યું છે, અને હું હંમેશા માનતો આવ્યો છું કે ખેલાડીઓની રમતને પાછું આપવાની જવાબદારી છે. યુરોપમાં ક્રિકેટ એક રોમાંચક તબક્કામાં પ્રવેશી રહ્યું છે, અહીં ક્રિકેટ માટે અપાર સંભાવનાઓ છે. એમ્સ્ટરડેમ ફ્લેમ્સ વિશે મને જે બાબત પ્રભાવિત કરી તે એ છે કે મેદાન પર અને બહાર બંને જગ્યાએ નવીનતા લાવવાની તેમની તૈયારી છે, અને હું સફળ ફ્રેન્ચાઇઝી બનાવવા, આગામી પેઢીને પ્રેરણા આપવા અને સમગ્ર યુરોપમાં ક્રિકેટના ભવિષ્યને મજબૂત બનાવવા માટે મેનેજમેન્ટ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું.

https://x.com/etplofficial/status/2085654533204783476?s=20


રહાણે સ્ટીવ સ્મિથ સાથે રમતા જોવા મળશે

યુરોપિયન T20 લીગમાં એમ્સ્ટરડેમ ફ્લેમ્સના સહ-સ્થાપક અને મુખ્ય ક્રિકેટ અધિકારી ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ વો છે. એમ્સ્ટરડેમ ફ્લેમ્સ ટીમમાં અજિંક્ય રહાણે સાથે સ્ટીવ સ્મિથ, ટિમ ડેવિડ, માઈકલ બ્રેસવેલ અને મિશેલ માર્શ જેવા ઉત્તમ T20 ખેલાડીઓ છે, જેમાં માર્શ પણ કેપ્ટનશીપની જવાબદારી સંભાળી રહ્યા છે. 26 ઓગસ્ટથી શરૂ થતી ETPL ની પહેલી સીઝન, જે 20 સપ્ટેમ્બર સુધી ચાલશે. એમ્સ્ટરડેમ ફ્લેમ્સ 26 ઓગસ્ટના રોજ રોટરડેમ ડોકર્સ સામે વૂરબર્ગના સ્પોર્ટપાર્ક ડ્યુવેસ્ટાઇન સ્ટેડિયમ ખાતે ભારતીય સમય મુજબ સાંજે 6:45 વાગ્યે શરૂ થશે.

આ પણ વાંચો - PCB : 10 લાખનો દંડ અને 2 વર્ષનો પ્રતિબંધ !પાકિસ્તાનના આ ખેલાડીએ એવી કઇ વાત છુપાવી કે PCB ભડકી ઉઠ્યું