ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ ભલે 3-1 થી અજેય લીડ મેળવી લીધી હોય, પરંતુ ઓકલેન્ડમાં રમાયેલી ચોથી મેચમાં એક પસંદગી વિવાદે ક્રિકેટ જગતમાં ગરમાવો લાવી દીધો છે. શાનદાર લયમાં દેખાઈ રહેલા યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને અચાનક પ્લેઇંગ-11 માંથી બહાર કાઢવાના નિર્ણયથી ભારતીય ટીમના પૂર્વ ઓપનર અને જાણીતા ક્રિકેટ એક્સપર્ટ આકાશ ચોપડા સખત નારાજ થયા છે અને તેમણે ટીમ મેનેજમેન્ટની આકરી ઝાટકણી કાઢી છે.

ઈશાન કિશન આવતા જ વૈભવની હકાલપટ્ટી!

નોંધનીય છે કે, વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન ઈજાગ્રસ્ત થતા યુવા વૈભવ સૂર્યવંશીને ટીમમાં તક આપવામાં આવી હતી. વૈભવે આ તકનો ફાયદો ઉઠાવતા બીજી અને ત્રીજી T20 માં અનુક્રમે 4 અને 45 રનની શાનદાર ઇનિંગ રમીને પોતાની કાબેલિયત સાબિત કરી હતી. પરંતુ જેવો ઈશાન કિશન ફિટ થઈને પરત ફર્યો, મેનેજમેન્ટે કોઈ પણ વિચાર કર્યા વિના વૈભવને ચોથી મેચમાં બેન્ચ પર બેસાડી દીધો.ભારત સિરીઝ પહેલેથી જ જીતી ચૂક્યું હોવાથી મેચના પરિણામની કોઈ અસર થવાની નહોતી. આવી સ્થિતિમાં વૈભવ જેવા યુવા ખેલાડીને વધુ એક તક આપવાની માંગ ઉઠી રહી હતી.

'તો પછી તેને ઘરે જ પાછો મોકલી દો ને...'

આકાશ ચોપડાએ ટીમની આ 'યુઝ એન્ડ થ્રો' પોલિસી પર રોષ ઠાલવતા સીધો સવાલ કર્યો છે. તેમણે પૂછ્યું કે, "શું વૈભવને માત્ર ત્યારે જ રમાડવામાં આવશે જ્યારે કોઈ અન્ય ખેલાડી ઈજાગ્રસ્ત હશે? આ કયા પ્રકારની રણનીતિ છે?તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, જો ટીમ મેનેજમેન્ટનો ઈરાદો મુખ્ય ખેલાડીના આવતા જ યુવા ખેલાડીને બહાર કાઢી મૂકવાનો હોય, તો તેને ડ્રેસિંગ રૂમમાં બેન્ચ પર બેસાડી રાખવા કરતા ઘરે પાછો મોકલી દેવો જોઈએ. ઓછામાં ઓછું તે ત્યાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમીને પોતાની રમત તો સુધારી શકશે!

https://www.instagram.com/p/DeZQ0w5jO7_/?utm_source=ig_web_copy_link&vrfl=NTc4MTIwNjQ2YQ==

માત્ર ડગઆઉટમાં બેસવાથી ક્રિકેટર નથી બનાતું!

ચોપડાએ સ્પષ્ટ કર્યું કે, એ વાત સાવ સાચી છે કે ડ્રેસિંગ રૂમમાં સિનિયર દિગ્ગજો સાથે સમય વિતાવવાથી યુવાનોને ઘણું શીખવા મળે છે, પરંતુ મેદાન પર ઉતરીને પ્રેક્ટિકલ મેચ રમ્યા વગર કોઈ ખેલાડીનો સાચો વિકાસ શક્ય નથી. માત્ર મેદાનની બહાર બેસી રહેવાથી ખેલાડીની પ્રતિભા કુંઠિત થઈ જાય છે.ટીમ મેનેજમેન્ટે વૈભવ સૂર્યવંશી જેવા ભવિષ્યના સ્ટાર્સ માટે સ્પષ્ટ રોડમેપ બનાવવો જોઈએ. હવે પાંચમી અને અંતિમ T20 મેચમાં જોવાનું રસપ્રદ રહેશે કે આટલા મોટા વિવાદ બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટ વૈભવને પ્લેઇંગ ઇલેવનમાં પાછો લાવે છે કે પછી તેને ફરીથી પાણી જ પીવડાવવું પડશે.શું તમને પણ લાગે છે કે ભારત સિરીઝ જીતી ગયું હોવાથી વૈભવ સૂર્યવંશીને રમવાની તક મળવી જ જોઈતી હતી? તમારો જવાબ કોમેન્ટમાં જરૂરથી આપો.

આ પણ વાંચો - Yuvraj Singh Biopic : ક્રિકેટના સિક્સર કિંગની કહાની હવે સિનેમાઘરોમાં, જાણો ક્યારે શરૂ થશે યુવરાજની બાયોપિકનું શૂટિંગ!