ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 વનડે મેચની શ્રેણી રમાઈ રહી છે. સીરિઝની બીજી મેચ આજે ગુહાટીમાં રમાઈ રહી છે.આ મેચ ઝડપી બોલર ઔકિબ નબી માટે ખાસ બની ગઈ છે. ટોસ પહેલાં જ જાહેરાત કરવામાં આવી કે ઔકિબ નબી આજે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી રહ્યો છે. ટીમના અનુભવી ખેલાડી કેએલ રાહુલે તેને ટીમ ઈન્ડિયાની કેપ આપી હતી.ઔકિબ નબી લાંબા સમયથી ભારતીય ટીમ સાથે જોડાયેલો હતો અને ટીમની સાથે પ્રવાસ પણ કરી રહ્યો હતો. જોકે, અત્યાર સુધી તેને મેદાન પર ઉતરવાની તક મળી નહોતી. હવે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં તેને પોતાની પ્રતિભા સાબિત કરવાની તક મળી છે.

નીતિશ કુમાર રેડ્ડીની જગ્યાએ ઔકિબ નબી

બીજી વનડે માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં 1 ફેરફાર કરવામાં આવ્યો છે. કેપ્ટન શુભમન ગિલે ટોસ દરમિયાન જણાવ્યું કે ઔકિબ નબી ટીમમાં આવ્યો છે અને તે પોતાનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરી રહ્યો છે.ઔકિબને નીતિશ કુમાર રેડ્ડીની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.પ્રથમ વનડેમાં નીતિશે 5 ઓવર બોલિંગ કરી હતી અને 45 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.બીજી મેચમાં ટીમ મેનેજમેન્ટે તેમને બહાર રાખીને ઔકિબ નબી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે જમ્મુ-કાશ્મીરના આ ઝડપી બોલરે સ્થાનિક ક્રિકેટમાં સતત સારો દેખાવ કર્યો છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલી આ તક તેમના માટે કારકિર્દીનો મહત્વનો પડાવ બની શકે છે.

https://x.com/BCCI/status/2105209231649706232?s=20

પ્રથમ શ્રેણીમાં ઔકિબનો શાનદાર રેકોર્ડ

ઔકિબ નબીએ પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં પોતાની બોલિંગથી ખાસ ઓળખ બનાવી છે. તેમણે અત્યાર સુધી 45 પ્રથમ શ્રેણીની મેચમાં 170 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેમણે 16 વખત એક ઇનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે.લિસ્ટ A ક્રિકેટમાં પણ તેમનો રેકોર્ડ સારો રહ્યો છે. તેમણે અત્યાર સુધી 36 મેચમાં 56 વિકેટ પોતાના નામે કરી છે. જ્યારે T20 ક્રિકેટમાં તેમણે 39 મેચ રમીને 43 વિકેટ ઝડપી છે.આ આંકડા દર્શાવે છે કે ઔકિબ નબી પાસે લાંબા સમયથી સ્થાનિક ક્રિકેટનો સારો અનુભવ છે. હવે તેમની સામે સૌથી મોટો પડકાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દબાણમાં પોતાનું પ્રદર્શન કરવાની રહેશે.

IPLમાં પણ મળી હતી તક

ઔકિબ નબી IPLમાં પણ પોતાની હાજરી નોંધાવી ચૂક્યા છે. ગયા વર્ષે દિલ્હી કેપિટલ્સે તેમને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. જોકે, IPLમાં તેમને 5 મેચ રમવાની તક મળી હતી અને તે દરમિયાન તેઓ એક પણ વિકેટ મેળવી શક્યા નહોતા.આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ મળ્યા બાદ હવે ઔકિબ નબી પાસે પોતાની ક્ષમતા સાબિત કરવાની મોટી તક છે. જમ્મુ-કાશ્મીરથી ભારતીય ક્રિકેટ ટીમ સુધીની તેમની સફર હવે એક નવા તબક્કામાં પ્રવેશી છે.

આ પણ વાંચો - Mohsin Naqviની ખુરશી પર સંકટ, એપ્રિલ 2027 પછી બદલાશે ACCનો ચહેરો