ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ મેકેમાં રમાઈ રહી છે.ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો.બોલરોએ કેપ્ટન કમિન્સના નિર્ણયને સાચો સાબિત કર્યો.ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ઇનિંગમાં સૌથી સફળ બોલર હતો તેણે એકલા હાથે છ બાંગ્લાદેશી બેટ્સમેનોને આઉટ કર્યા.સ્ટાર્કે આ ઇનિંગમાં છ વિકેટ લઈને ઇતિહાસ રચ્યો.તે હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.

મિચેલ સ્ટાર્કે અત્યાર સુધી WTC માં કેવું પ્રદર્શન કર્યું છે?

મિચેલ સ્ટાર્કે WTC માં 56 મેચ રમી છે અને 230 વિકેટ લીધી છે.સ્ટાર્કે આ સંદર્ભમાં નાથન લિયોનને પાછળ છોડી દીધો છે.લિયોને WTC માં અત્યાર સુધી 57 મેચમાં 225 વિકેટ લીધી છે. દરમિયાન,આ મેચની પ્રથમ ઇનિંગમાં ત્રણ વિકેટ લઈને,કેપ્ટન પેટ કમિન્સ પણ નાથન લિયોન સાથે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયા છે.આ ત્રણ બોલરો છે જેમણે WTCમાં અત્યાર સુધી 200 કે તેથી વધુ વિકેટ લીધી છે. ભૂતપૂર્વ ભારતીય સ્પિન દિગ્ગજ આર અશ્વિન 195 વિકેટ સાથે ચોથા ક્રમે છે.

https://x.com/ICC/status/2091014500887695813?s=20

સ્ટાર્કે ૨૨ બોલમાં 5 વિકેટ પૂરી કરી

મિચેલ સ્ટાર્કે મેકેમાં ચાલી રહેલી ટેસ્ટ મેચમાં માત્ર 22બોલમાં 5 વિકેટ લઈને ફરી એકવાર સૌથી ઝડપી 6 વિકેટ ઝડપનારા ખેલાડીઓની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેમણે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી 5 વિકેટ ઝડપવાનો વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો છે,તેમણે 2025માં વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 15 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.ઓસ્ટ્રેલિયાના એર્ની ટોશેક બીજા ક્રમે છે,જ્યારે ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ ત્રીજા ક્રમે છે.આ ઇનિંગ પછી, સ્ટાર્કનું નામ પાંચમા ક્રમે છે.

બાંગ્લાદેશ પ્રથમ ઇનિંગમાં માત્ર64 રનમાં ઓલઆઉટ

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બાંગ્લાદેશ ટેસ્ટ મેચની વાત કરીએ તો,બાંગ્લાદેશ તેમની પ્રથમ ઇનિંગમાં માત્ર64 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. શરીફુલ ઇસ્લામ ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા,તેમણે 19બોલમાં 14 રન બનાવ્યા હતા.આ ઇનિંગમાં ચાર બેટ્સમેન કોઈ રન બનાવ્યા વિના પેવેલિયન પાછા ફર્યા હતા.ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્કે છ વિકેટ,પેટ કમિન્સે ત્રણ અને જોશ હેઝલવુડે એક વિકેટ લીધી હતી.નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયા પહેલી ટેસ્ટ હારી ગયું હતું.

આ પણ વાંચો - IPL કેપ્ટનશીપ છોડો નહીંતર...’ ટીમ ઇન્ડિયામાં સ્થાન બચાવવા ઋષભ પંતને આ દિગ્ગજે કેમ આપી આવી સલાહ?