ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશ સામેની આગામી ટેસ્ટ સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. 13 સભ્યોની ટીમમાં કેપ્ટન પેટ કમિન્સનું પુનરાગમન થયું છે. કમિન્સ ઉપરાંત, નાથન લિયોન અને જોશ હેઝલવુડ પણ પાછા ફર્યા છે. આ ત્રણેય ખેલાડીઓ છ મહિનાથી ટેસ્ટ ટીમની બહાર હતા. ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ સિરીઝ ઓગસ્ટમાં રમવાની છે. પહેલી ટેસ્ટ 13 ઓગસ્ટથી ડાર્વિનમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 22 ઓગસ્ટથી મેકેમાં રમાશે.
કેમેરોન ગ્રીનને પાંચમા નંબર પર બેટિંગ કરવાની તક મળશે
ઉસ્માન ખ્વાજાની નિવૃત્તિ બાદ, ઓસ્ટ્રેલિયાએ હજુ સુધી ટેસ્ટ ટીમમાં પાંચમા નંબરના બેટ્સમેનનો સમાવેશ કર્યો નથી. એવી શક્યતા છે કે કેમેરોન ગ્રીનને પાંચમા નંબર પર બેટિંગ કરવા માટે બઢતી આપવામાં આવશે. જેક વેધરલ્ડ અને ટ્રેવિસ હેડની ઓપનિંગ જોડી ઇનિંગની શરૂઆત કરશે, જ્યારે માર્નસ લાબુશેન ત્રીજા નંબર પર અને સ્ટીવ સ્મિથ ચોથા નંબર પર રમશે. જોશ ઇંગ્લિસને બેકઅપ બેટ્સમેન અને વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
https://x.com/CricketAus/status/2079355816193491444?s=20
હેઝલવુડ અને બોલેન્ડ વચ્ચે કોને તક મળશે?
જોશ હેઝલવુડની વાપસી સાથે, કેપ્ટન કમિન્સ માટે પ્લેઇંગ ઇલેવન પસંદ કરવાનું મુશ્કેલ કાર્ય હશે. સ્કોટ બોલેન્ડ અને મિશેલ સ્ટાર્ક બંને ઉત્તમ ફોર્મમાં છે. બોલેન્ડે તાજેતરના સમયમાં સતત વિકેટ લીધી છે. તેથી, એ જોવું રસપ્રદ રહેશે કે હેઝલવુડ અને બોલેન્ડમાંથી કોને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે. 37 વર્ષીય બોલેન્ડની ફિટનેસ પણ ઉત્તમ રહી છે. તે અત્યાર સુધી ઈજાને કારણે બહુ ઓછી મેચ ચૂકી ગયો છે. તેણે 19 મેચોમાં 18.58 ની સરેરાશથી 82 ટેસ્ટ વિકેટ લીધી છે.
નાથન લિયોન સીરિઝ માંથી બહાર
હેઝલવુડ ઈજાને કારણે એશિઝ સીરિઝ માંથી બહાર રહ્યો. હેઝલવુડ હેમસ્ટ્રિંગ ઈજાને કારણે આખી એશિઝસીરિઝમાંથી બહાર રહ્યો. કેપ્ટન કમિન્સે પણ પીઠની તકલીફને કારણે છેલ્લા એક વર્ષમાં ખૂબ ઓછી મેચ રમી છે, જ્યારે નાથન લિયોન એડિલેડમાં હેમસ્ટ્રિંગ સર્જરીમાંથી પરત ફરી રહ્યો છે. કમિન્સે ગયા જુલાઈથી ઓસ્ટ્રેલિયા માટે માત્ર એક જ ટેસ્ટ મેચ રમી છે. રાષ્ટ્રીય પસંદગીકાર જ્યોર્જ બેઈલીએ જણાવ્યું હતું કે આ બધા ખેલાડીઓએ સંપૂર્ણ ફિટનેસ પ્રાપ્ત કરવા માટે તબીબી ટીમની દેખરેખ હેઠળ સખત મહેનત કરી છે.
આ પણ વાંચો - IND vs ZIM T20 Series: ફેન્સ માટે ખુશખબર, ન સાંજે ન રાત્રે... જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ