ઓસ્ટ્રેલિયાના ઈન્ટરનેશનલ ઓલરાઉન્ડર ક્રિકેટર કૅમરૂન ગ્રીન લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેણે રવિવારે પોતાના લગ્નની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી હતી. જો કે, તેના લગ્ન ૪ સપ્ટેમ્બરના રોજ યોજાયા હતા, જેમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારજનો જ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રીને પોતાની લોંગ-ટાઇમ ગર્લફ્રેન્ડ એમિલી રેડવુડ સાથે લગ્ન કર્યા છે, જેને તે છેલ્લા 5 વર્ષથી ડેટ કરી રહ્યો હતો.
પર્થમાં યોજાયા ભવ્ય લગ્ન
કૅમરૂન ગ્રીન અને એમિલી રેડવુડે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ શેર કરીને લગ્નના ફોટોઝ જાહેર કર્યા હતા. જેમાં ગ્રીન બ્લેક સૂટમાં અને તેની પત્ની એમિલી વ્હાઇટ ગાઉનમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. આ લગ્ન પર્થના કોટેસ્લો સ્થિત સિવિક સેન્ટર ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થયા હતા, ત્યારબાદ કપલે ડાન્સ પણ કર્યો હતો. આ ખાસ પ્રસંગે મિચેલ માર્શ સહિત ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના અનેક ખેલાડીઓએ હાજરી આપી હતી.


