બાંગ્લાદેશ ઇમર્જિંગ ટીમના કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન ઝાકીર હસનને અચાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ ઘટના 8 જૂનથી શરૂ થયેલી ઝિમ્બાબ્વે એ સામેની વનડે સીરિઝની પહેલી મેચ દરમિયાન બની હતી.ઇનિંગની શરૂઆત કરતા ઝાકીર હસને શરૂઆતમાં સદી ફટકારી હતી.જોકે,તેની સદી પછી તેની તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.
ઝાકીર હસને સદી ફટકારી
ઝિમ્બાબ્વે એ સામેની પહેલી વનડેમાં બાંગ્લાદેશ ઇમર્જિંગ ટીમે પ્રથમ બેટિંગ કરી અને 50 ઓવરમાં 364 રન બનાવ્યા.કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન ઝાકીર હસને બાંગ્લાદેશ ઇમર્જિંગ ટીમને આ ઉચ્ચ સ્કોર સુધી પહોંચવામાં મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં ઝાકીર હસને મેદાન પર ઝિમ્બાબ્વે એ બોલરોને તોડી પાડ્યા હતાઝાકીર હસને સદી ફટકારી હતી.જેમાં 97 બોલમાં 119 રન બનાવ્યા હતા.જેમાં નવ ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે.
ઝાકીર હસનને કેમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો?
આ ઇનિંગ રમ્યા પછી ઝાકીર હસનની તબિયત બગડી હોવાના અહેવાલ છે. તેની બગડતી તબિયતને કારણે, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઝાકીર હસનની તબિયતના ચોક્કસ કારણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
BCB એ ODI સીરિઝ માટે બે ટીમોની પસંદગી કરી
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ઝિમ્બાબ્વે A સામેની ત્રણ મેચની ODI સીરિઝ માટે બે ટીમોની જાહેરાત કરી છે. BCB એ પહેલી બે ODI માટે બે ટીમો અને છેલ્લી ODI માટે અલગ ટીમની પસંદગી કરી છે. ઝાકિર હસન બંને ટીમોનો ભાગ છે. 8 જૂને પહેલી ODI પછી, બીજી ODI 10 જૂને રમાશે, જ્યારે ત્રીજો અને અંતિમ ODI 13 જૂને રમાશે.
શું ઝાકિર હસન આગામી ODI રમી શકશે?
ઝાકિર હસનના સ્વાસ્થ્ય અંગે વધુ અપડેટ્સ હોસ્પિટલમાં વધુ તપાસ કરાવ્યા પછી જ ઉપલબ્ધ થશે. તે આગામી ODI રમી શકશે કે નહીં તે અંગે નિર્ણય તેમના સ્વાસ્થ્ય વિશે ચોક્કસ માહિતી પ્રાપ્ત થયા પછી જ લઈ શકાશે.
આ પણ વાંચો - Harmanpreet Kaur Retirement: નિવૃત્તિના સવાલ પર હરમન પ્રીત કૌરે રિપોર્ટરનો આપ્યો કરારો જવાબ