ટેસ્ટ ક્રિકેટમાં કોઈ ટીમ 100 રનનો આંકડો પાર કર્યા વગર ઓલઆઉટ થાય તે તેના માટે ખરાબ સપનાથી ઓછું નથી. દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાયેલી બીજી ટેસ્ટમાં આવું જ જોવા મળ્યું હતું. બાંગ્લાદેશે એક સમયે માત્ર 1 વિકેટ ગુમાવીને 40 રન બનાવી લીધા હતા, પરંતુ ત્યારબાદ વિકેટ પડવાનો એવો સિલસિલો શરૂ થયો કે આખી ટીમ 33.3 ઓવરમાં માત્ર 91 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
બાંગ્લાદેશના નામે શરમજનક રેકોર્ડ
બાંગ્લાદેશનો 91 રનનો સ્કોર સુપરસ્પોર્ટ પાર્કમાં પ્રથમ બેટિંગ કરનારી કોઈપણ ટીમનો ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર બન્યો હતો. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ક્રિકેટમાં ચોથી વખત બાંગ્લાદેશની ટીમ 100 રનનો આંકડો પાર કરવામાં નિષ્ફળ રહી હતી.સેન્ચુરિયનમાં રમાયેલી આ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વરસાદને કારણે મેચ લગભગ 4 કલાક મોડેથી શરૂ થઈ હતી. જોકે, દક્ષિણ આફ્રિકાના બોલરોએ પોતાના કેપ્ટનનો નિર્ણય સાચો સાબિત કર્યો હતો.બાંગ્લાદેશ આ મેચમાં અનુભવી બેટ્સમેન મુશફિકુર રહીમ વિના મેદાનમાં ઉતર્યું હતું. ટીમે મેહદી હસન મિરાજને પણ બહાર રાખ્યો હતો અને 4 ફાસ્ટ બોલરો સાથે રમવાનો નિર્ણય કર્યો હતો.
https://x.com/ICC/status/2124901187736768588?a=uP6PyCnwTqZZAW9S46k&s=20
બાંગ્લાદેશના બેટ્સમેનોની એક પછી એક વિકેટ પડી
બાંગ્લાદેશની શરૂઆત સારી રહી નહોતી. માર્કો યાનસને પોતાની પહેલી જ ઓવરમાં તન્ઝીદ હસનને માત્ર 3 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. ત્યારબાદ મહફિઝુલ ઇસ્લામે થોડો સમય ક્રિઝ પર ટકી રહેવાનો પ્રયાસ કર્યો હતો. તેણે 40 બોલમાં 23 રન બનાવ્યા હતા.જોકે, એનરિક નોર્ખિયાએ તેને બોલ્ડ કરીને પેવેલિયન મોકલ્યો હતો. આ જ ઓવરમાં નોર્ખિયાએ બાંગ્લાદેશના કેપ્ટન નજમુલ હુસૈન શાંતોને પણ ક્લીન બોલ્ડ કર્યો હતો. શાંતો પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો.ત્યારબાદ મોમિનુલ હક અને લિટન દાસ પણ લાંબો સમય ટકી શક્યા નહોતા. વિયાન મુલ્ડરે મોમિનુલને બોલ્ડ કર્યો હતો, જ્યારે યાનસને લિટન દાસને આઉટ કર્યો હતો. ગલીમાં ઝુબેર હમઝાએ શાનદાર કેચ પકડીને લિટનની ઇનિંગનો અંત લાવ્યો હતો.
રબાડા અને યાનસને 6 વિકેટ ઝડપી
દક્ષિણ આફ્રિકાના બોલરોએ લંચ પહેલાં જ બાંગ્લાદેશ પર દબાણ બનાવી દીધું હતું. પ્રથમ સેશનની છેલ્લી ઓવરમાં તૌહીદ હૃદય પણ પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો.ત્યારબાદ કગિસો રબાડાએ બાંગ્લાદેશના લોઅર ઓર્ડરને નિશાન બનાવ્યો હતો. તેણે શરીફુલ ઇસ્લામ, ઝાકિર અલી અને તસ્કીન અહેમદને આઉટ કર્યા હતા. બીજી તરફ યાનસને ખાલેદ અહેમદની વિકેટ લઈને બાંગ્લાદેશની ઇનિંગ સમેટી દીધી હતી.દક્ષિણ આફ્રિકા તરફથી રબાડા અને યાનસને 3-3 વિકેટ ઝડપી હતી. નોર્ખિયાને 2 વિકેટ મળી હતી, જ્યારે વિયાન મુલ્ડર અને સેનુરન મુથુસામી નહીં પરંતુ સ્પિનર કે શેમ્પર?
આ પણ વાંચો- IPL 2027: ઓક્શન પહેલાં પંજાબ કિંગ્સની મોટી તૈયારી, ટીમમાં કોની થઈ એન્ટ્રી?