દિલ્હી પ્રીમિયર લીગ 2026ની 30મી મેચમાં એક એવો અકસ્માત જોવા મળ્યો હતો કે,જેને જોઈ તમામના શ્વાસ થંભી ગયા હતા.ઈર્સ્ટ દિલ્લી રાઈડર્સ અને ન્યુ દિલ્લી ટાઈગર્સ વચ્ચે આ મેચ હતી.ન્યુ દિલ્લી ટાઈગર્સના બેટ્સમેન લક્ષ્ય થરેજાએ મેચમાં એક શોટને સામે રમ્યો હતો. જેને બોલ સીધો અમ્પાયરના મોંઢા પર જઈને વાગે છે.સારી વાત તો એ છે કે,અમ્પાયરના મોંઢામાંથી લોહી નીકળ્યું ન હતુ.કારણ કે,બોલ તેના ગાલ પર લાગ્યો હતો બાકી ગંભીર ઈજા થઈ શકતી હતી.

અમ્પાયરને વાગ્યો બોલ

ડાબા હાથના સ્પિનર ​​આશિષ મીણા દ્વારા ફેંકવામાં આવેલ બોલ અમ્પાયરને વાગ્યો. જમણા હાથના બેટ્સમેન લક્ષ્ય આગળ વધ્યા અને એક શક્તિશાળી શોટ રમ્યો. બોલ લક્ષ્યના હાથમાંથી નીકળીને અમ્પાયરના ચહેરા પર વાગ્યો. આ ઘટના જોઈને બેટ્સમેન સ્તબ્ધ થઈ ગયો અને તેણે પોતાનું માથું પકડી લીધું. અમ્પાયરે તરત મદદનો ઈશારો કર્યો હતો. ત્યારપછી મેચમાં અમ્પાયરને બદલવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે, મેચ દરમિયાન કેટલીક વખત અમ્પાયરને ઈજા થાય છે આ માટે કેટલાક અમ્પાયર હેલમેટ પહેરી અમ્પાયરિંગ કરે છે.

https://www.instagram.com/reel/DcJDeleyZ12/?utm_source=ig_web_button_share_sheet

બોલ લાગવાથી થઈ ચૂક્યું છે અમ્પાયરનું મૃત્યું

તમને જણાવી દઈએ કે, ક્રિકેટ મેચમાં અમ્પાયરના બોલ લાગવાથી મોત પણ થઈ ચૂક્યું છે. વર્ષ 2019માં વેલ્સમાં પેમ્બ્રોક અને નાર્બરથની મેચમાં અમ્પાયરના માથા પર બોલ લાગ્યો હતો. તે ઈંડ્યુસ્ટ કોમામાં ચાલ્યો ગયો હતો. એક મહિના પછી હોસ્પિટલમાં તેનું મૃત્યું થયું હતુ.વર્ષ 2014માં ઈઝરાયલ ક્રિકેટર ટીમના પૂર્વ કેપ્ટન અને અમ્પાયર અશદોદમાં લીગ મેચમાં અમ્પાયરિંગ કરી રહ્યા હતા. એક બેટ્સમેનનો શોટ સ્ટમ્પ પર વાગ્યો અને તેને વાગ્યો અને તેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું.2009માં, આલ્કવિન જેનકિન્સ વેલ્સમાં સ્વાનસીના સેન્ટ હેલેન્સ ખાતે એક લીગ મેચમાં અમ્પાયરિંગ કરી રહ્યા હતા. એક ફિલ્ડરનો થ્રો તેમના માથા પર વાગ્યો, જેનાથી તેઓ બેભાન થઈ ગયા. તેમનું હોસ્પિટલમાં મૃત્યુ થયું.

આ પણ વાંચો - IND vs SL : ચોથા દિવસે મેચ દરમિયાન મોટી દુર્ઘટના,શ્રીલંકાનો સ્ટાર ખેલાડી થયો ઘાયલ