ગુરુવારે મુંબઈમાં BCCIની એક મોટી બેઠક યોજાઈ હતી. એવું લાગે છે કે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માને રાહત આપવામાં આવી છે. BCCI સેક્રેટરીના શબ્દો સૂચવે છે કે રોહિત રમવાનું ચાલુ રાખશે, અને તેમને એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે.

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના મુખ્ય સિલેક્ટર અજિત અગરકર બેઠકમાં હાજર રહ્યા ન હતા. પરંતુ ટેસ્ટ અને ODI કેપ્ટન શુભમન ગિલ અને T20 કેપ્ટન શ્રેયસ ઐયરે બેઠકમાં હાજરી આપી હતી અને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. 

BCCI સેક્રેટરીએ કહ્યું કે રોહિત શર્મા સારું રમી રહ્યો છે

રોહિત શર્મા છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચાનો વિષય છે. તેની નિવૃત્તિ અંગેની અટકળો ખૂબ જ ચાલી રહી છે, પરંતુ હવે એવું લાગે છે કે નજીકના ભવિષ્યમાં તે શાંત થઈ જશે. હકીકતમાં BCCIની બેઠક બાદ સચિવ દેવજીત સૈકિયાએ સ્પષ્ટતા કરી હતી કે રોહિત શર્મા સારું રમી રહ્યો છે અને ઓનલાઈન ફરતા સમાચારો પર કોઈ ધ્યાન આપવું જોઈએ નહીં. પરંતુ દેવજૂત સૈકિયાએ રોહિતના ભવિષ્ય પર સીધી કોમેન્ટ કરી ન હતી, તેમના શબ્દો સૂચવે છે કે ભૂતપૂર્વ કેપ્ટન હાલમાં કોઈ ખતરામાં નથી, અને જો તે સારું રમવાનું ચાલુ રાખશે, તો તેનું કરિયર આવતા વર્ષના ODI વર્લ્ડ કપ સુધી સરળતાથી ચાલુ રહેશે. 

https://twitter.com/PTI_News/status/2095489191996248194

મુખ્ય સિલેક્ટર અજિત અગરકર બેઠકમાં હાજર રહ્યા ન હતા

આ દરમિયાન મુખ્ય સિલેક્ટર અજિત અગરકર વર્ચ્યુઅલી પણ બેઠકમાં હાજર રહ્યા ન હતા. હવે એ સમજાતું નથી કે ભારતીય ક્રિકેટ સંબંધિત આટલી મહત્વપૂર્ણ બેઠકમાં તેઓ કેમ ગેરહાજર રહ્યા. પરંતુ જ્યારે દેવજીત સૈકિયાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે બેઠક અણધારી રીતે નક્કી કરવામાં આવી હતી, અને અજિત અગરકર વ્યક્તિગત કારણોસર હાજર રહી શક્યા ન હતા. પરંતુ આ સ્પષ્ટ નથી. 

સેક્રેટરીએ ક્રિકેટ ડારેક્ટરની નિમણૂક કરવાની પણ ના પાડી

આ દરમિયાન એવા સમાચાર હતા કે BCCI કોઈને ક્રિકેટ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરી શકે છે, પરંતુ સચિવે આવી નિમણૂકની શક્યતાને સ્પષ્ટપણે નકારી કાઢી છે. મીડિયાએ શુભમન ગિલ અને શ્રેયસ ઐયરને પણ સવાલો પૂછવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ જવાબ આપ્યા વિના ચાલ્યા ગયા હતા. તેમના આગમન અને વિદાયના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

આ પણ વાંચો: Rohit Sharmaના ક્રિકેટ કરિયર અને 2027ના ODI વર્લ્ડકપને લઈને ચર્ચા, BCCI મોટો નિર્ણય લેવા માટે તૈયાર