ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ પોતાની કારકિર્દીના સૌથી મુશ્કેલ સંકટમાં ફસાયેલા છે.ન્યુઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં વિજય મેળવ્યા બાદ નાઇટક્લબમાં ઉજવણી કરવી તેમના કારકિર્દી માટે ઘાતક સાબિત થઈ રહી છે.ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ગુસ એટકિન્સન સામે નાઇટક્લબમાં થયેલા ઝઘડામાં સંડોવણી બદલ તપાસ શરૂ કરી દીધી છે. જોકે, હવે આ મામલો વધુ આગળ વધતો દેખાય છે, કારણ કે સ્ટોક્સ માત્ર કેપ્ટનશીપ છોડી દેવાનું જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લેવાનું પણ વિચારી રહ્યો હોવાનું માનવામાં આવે છે.


બેન સ્ટોક્સની મુશ્કેલી વધી

સ્ટોક્સ અને એટકિન્સનના નાઇટક્લબમાં થયેલા ઝઘડાનો મુદ્દો છેલ્લા 24 કલાકથી અંગ્રેજી મીડિયામાં છવાયેલ છે, કારણ કે તેણે ટીમની સંસ્કૃતિ પર ફરી એકવાર પ્રશ્ન ઉઠાવ્યો છે, પરંતુ આ વખતે, કેપ્ટન સ્ટોક્સ પોતે પણ તેમાં ફસાયેલા છે.આ ઘટના બાદ મીડિયા રિપોર્ટ અનુસાર જો દોષિત ઠરે છે, તો તેઓ ટેસ્ટ કેપ્ટનશીપ ગુમાવી શકે છે, અને બંનેને આગામી ટેસ્ટ મેચ અથવા આખી શ્રેણીમાંથી બહાર કરી શકાય છે.

સ્ટોક્સ  આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અલવિદ કહેશે?

સ્ટોક્સ ફક્ત કેપ્ટનશીપ જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પણ છોડી શકે છે. તેમાં એક અંગ્રેજી પત્રકારને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ECB ની તપાસ પૂર્ણ થાય અથવા નિર્ણય લેવામાં આવે તે પહેલાં, બેન સ્ટોક્સ પોતે પગલાં લઈ શકે છે. કેપ્ટનશીપ છોડી દેવી એ પહેલો નિર્ણય હશે, પરંતુ તે પોતાની નિવૃત્તિની જાહેરાત પણ કરી શકે છે. જો કે, આ બાબતે અંગ્રેજી બોર્ડ દ્વારા કોઈ નવી અપડેટ આપવામાં આવી નથી, અને આ મુદ્દો હાલમાં અંગ્રેજી ક્રિકેટમાં ગરમાવો ધરાવે છે.

ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ખુલાસો કર્યો 
ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ખુલાસો કર્યો હતો કે તે નાઇટક્લબમાં બનેલી ઘટના બાદ સ્ટોક્સ અને એટકિન્સનની તપાસ કરી રહ્યું છે. જ્યારે બોર્ડે ઘટનાની સ્પષ્ટતા કરી ન હતી, પરંતુ વિગતો ધીમે ધીમે જાહેર થઈ છે. અહેવાલો અનુસાર, ઇંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સ અને પાંચ વિકેટ લેનાર બોલર એટકિન્સન રવિવાર, 7 જૂને મોડી રાત્રે એક નાઇટક્લબમાં વિજયની ઉજવણી કરી રહ્યા હતા.

આ પણ વાંચો - BAN vs AUS 1st ODI : 21 વર્ષ બાદ બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને 86 રને હરાવ્યુ!



  • Follow us on: