ભારતીય મહિલા ક્રિકેટ ટીમને આગામી એશિયા કપ અને ત્યારબાદ રમાનારા એશિયન ગેમ્સ પહેલા મોટો ઝટકો લાગ્યો છે, જેમાં સ્ટાર ખેલાડી જેમીમા રોડ્રિગ્સ બહાર કરવામાં આવી છે. ઇંગ્લેન્ડમાં ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટ દરમિયાન જેમીમાને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી,જેના કારણે તે બહાર પડી ગઈ હતી. BCCI એ હવે સત્તાવાર રીતે આ ઈજાને કારણે આગામી એશિયા કપ અને એશિયન ગેમ્સમાંથી તેણીને બાકાત રાખવાની જાહેરાત કરી છે. BCCI દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં, તેમણે જેમીમાના સ્થાને પ્રતિકા રાવલને એશિયા કપ ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી છે. ભારતીય મહિલા ટીમ 2026 એશિયા કપમાં પોતાની પહેલી મેચ 30 ઓગસ્ટે થાઇલેન્ડ, 3 સપ્ટેમ્બરે હોંગકોંગ અને ચીન અને 5 સપ્ટેમ્બરે પાકિસ્તાન મહિલા ટીમ સામે રમશે.

જેમીમા ટુર્નામેંટમાંથી થઈ બહાર 

BCCI એ જણાવ્યું હતું કે 3 ઓગસ્ટે ઇંગ્લેન્ડમાં ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટ દરમિયાન તેણીને જમણા હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. BCCIની મેડિકલ ટીમે બેંગલુરુ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે જેમિમાહની ઈજાની તપાસ કરી અને તેને હાઈ-ગ્રેડ ફાટી ગયેલી ઈજા તરીકે નિદાન કર્યું, જેનો અર્થ ગંભીર ઈજા છે. પરિણામે, જેમિમાહ 28 ઓગસ્ટથી UAEમાં યોજાનાર મહિલા એશિયા કપ અને 17 સપ્ટેમ્બરથી જાપાનમાં શરૂ થનારા એશિયન ગેમ્સના મહિલા ક્રિકેટ કાર્યક્રમમાંથી બહાર થઈ ગઈ છે. જેમિમાહને બાકાત રાખ્યા બાદ, BCCI મહિલા પસંદગી સમિતિએ તેના સ્થાને પ્રતિકા રાવલને એશિયા કપ ટીમમાં સ્થાન આપ્યું છે.

https://x.com/BCCIWomen/status/2088251995601949162?s=20


પ્રતિકા રાવલ હજુ સુધી T20I મેચ રમી નથી.

ટીમ ઈન્ડિયાની ટીમમાં જેમિમાહ રોડ્રિગ્સની જગ્યાએ આવેલી ઓપનિંગ બેટ્સમેન પ્રતિકા રાવલ હજુ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે એક પણ T20I રમી નથી. પ્રતિકા રાવલે મહિલા પ્રીમિયર લીગમાં પણ એક પણ મેચ રમી નથી. તેથી, બધાની નજર એ પર રહેશે કે તેને એશિયા કપમાં પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળે છે કે નહીં.

ભારતીય મહિલા ટીમની એશિયા કપ માટે અપડેટેડ ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (ઉપ-કેપ્ટન), શેફાલી વર્મા, ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), અરુંધતી રેડ્ડી, પ્રેમા રાવત, રાધા યાદવ, શ્રી ચારણી, રેણુકા ઠાકુર, નંદની શર્મા, ક્રાંતિ ગૌડ, પ્રતિકા રાવલ.

આ પણ વાંચો - IND vs SL 1st Test : ગાલે ટેસ્ટમાં વરસાદનું સંકટ? હવામાન વિભાગે કરી મોટી આગાહી