ઓસ્ટ્રેલિયાએ ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે પોતાની વનડે ટીમ જાહેર કરી છે.ટીમમાં કેટલાક અનુભવી ખેલાડીઓની વાપસી થઈ છે,જ્યારે માર્નસ લાબુશેનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.ઝડપી બોલર પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કને પણ ટીમમાં સ્થાન મળ્યું છે,પરંતુ બંને માત્ર દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરિઝમાં જ રમતા જોવા મળશે.ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા 15 સપ્ટેમ્બરથી ઝિમ્બાબ્વે સામે 3 મેચની વનડે સીરિઝ રમશે.ત્યારબાદ 24 સપ્ટેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે 3 મેચની વનડે શ્રેણી રમાશે.આ બંને સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં યુવા ખેલાડીઓ સાથે અનુભવી ખેલાડીઓનું સંતુલન જોવા મળી રહ્યું છે.
લાબુશેનને ટીમમાંથી બહાર કરાયો
માર્નસ લાબુશેનને ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્થાન મળ્યું નથી.જૂનમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન તેનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું ન હતું.જોકે છેલ્લી મેચમાં નીચલા ક્રમે બેટિંગ કરતાં તેણે અણનમ 55 રનની ઇનિંગ્સ રમી હતી.આ દરમિયાન ટ્રેવિસ હેડ અને મિચેલ માર્શની વનડે ટીમમાં વાપસી થઈ છે.પસંદગીકારોએ યુવા ખેલાડીઓ પર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ કારણોસર લાબુશેનને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.
કમિન્સ અને સ્ટાર્કની વાપસી
પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્ક બંનેને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે કમિન્સ અને સ્ટાર્ક ઝિમ્બાબ્વે સામેની સીરિઝમાં નહીં રમે અને માત્ર દક્ષિણ આફ્રિકા સામેની 3 મેચની વનડે સીરિઝ માટે ઉપલબ્ધ રહેશે.પેટ કમિન્સની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયાએ 2023નો વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. જોકે છેલ્લા વનડે વર્લ્ડ કપ બાદ કમિન્સે અત્યાર સુધી માત્ર 2 વનડે મેચ રમી છે.
https://x.com/cricketcomau/status/2094561204174045456?s=20
બંને સીરિઝમાં કોણ કરશે કપ્તાની?
ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાતમાં કોઈ એક ખેલાડીને બંને શ્રેણી માટે કાયમી કપ્તાન બનાવવામાં આવ્યો નથી. ઝિમ્બાબ્વે સામેની 3 મેચની સીરિઝમાં મિચેલ માર્શ ટીમની કપ્તાની કરશે.ત્યારબાદ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં પેટ કમિન્સ અને મિચેલ માર્શ કપ્તાનીની જવાબદારી સંભાળશે. કમિન્સ ઓસ્ટ્રેલિયાની વનડે ટીમના નિયમિત કપ્તાન છે, પરંતુ તેમણે પહેલેથી જ સ્પષ્ટ કર્યું છે કે તેઓ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણેય વનડે મેચ નહીં રમે. તેથી કમિન્સની ગેરહાજરીમાં મિચેલ માર્શ કપ્તાનીની જવાબદારી સંભાળશે.કમિન્સને ઓસ્ટ્રેલિયાનો કપ્તાન બનાવવામાં આવ્યા ત્યારથી મિચેલ માર્શ અત્યાર સુધી 15 વખત તેમની ગેરહાજરીમાં ટીમની કપ્તાની કરી ચૂક્યો છે.
ઓસ્ટ્રેલિયાની વનડે ટીમ
ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં જેવિયર બાર્ટલેટ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, પેટ કમિન્સ, જોએલ ડેવિસ, નાથન એલિસ, કેમેરન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, સ્પેન્સર જોન્સન, મિચેલ માર્શ, ઓલિવર પીક, મેથ્યુ રેનશો, બિલી સ્ટેનલેક, મિચેલ સ્ટાર્ક અને એડમ ઝમ્પાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો- Pakistan ટીમમાં મોટી ઉથલપાથલ! 7 ખેલાડીઓ આઉટ, કોચ સરફરાઝ અને ઉમર ગુલને પણ હટાવાયા