ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે સીરિઝમાં દિગ્ગજ ઓપનર રોહિત શર્માના ખરાબ ફોર્મ અને વનડેના ભવિષ્યને લઈ મીડિયામાં અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. કાર્ડિફમાં રમાયેલી બીજી વનડેમાં રોહિત શર્માએ 47 બોલમાં 26 રનની ઈનિગ્સ રમી હતી. ત્યારબાદ ભારતને આ મેચમાં 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે.આ વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે,સિલેક્ટર્સે 2027ના વર્લ્ડકપની તૈયારી હેઠળ રોહિત શર્માના નામ પર આગળ વિચાર કરવા માંગતા નથી.આ તમામ ચર્ચાઓ વચ્ચે ભારતીય ટીમના બેટિંગ કોચ સિંતાશું કોટક સીનિયર બેટ્સમેનના સમર્થનમાં આવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, રોહિત શર્મા પર કોઈ પણ પ્રકારનો દબાવ નથી.
રોહિત શર્મા પર કોચનું મોટું નિવેદન
બીજી વનડે મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે સિંતાશું કોટક સાથે રોહિત શર્માના ભવિષ્ય અને તેની પર રહેલા દબાવને લઈ સવાલ પુછવામાં આવ્યો તો.તેમણે કહ્યું મને લાગતું નથી કે,રોહિત શર્મા જેવો કોઈ ખેલાડી ક્યારેય દબાવ મહેસુસ કરી શકે.તે ખૂબ મોટો અને સારો ખેલાડી છે જે આ પ્રકારના દબાણનો સામનો કરી શકતો નથી.હા,એ સાચું છે કે તેણે તેની છેલ્લી બે ઇનિંગ્સમાં કોઈ રન બનાવ્યા નથી.પણ મને નથી લાગતું કે તેનાથી કોઈ ફરક પડે છે.આજે પણ,એવું લાગતું હતું કે તે મોટી ઇનિંગ્સ રમશે.પરંતુ ક્રિકેટમાં તે સામાન્ય છે.
