કેરેબિયન પ્રીમિયર લીગ 2026માં ગયાના એમેઝોન વોરિયર્સે સતત 6ઠ્ઠી જીત મેળવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. CPL 2026ની 28મી મેચમાં ગયાના એમેઝોન વોરિયર્સે સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સને 7 વિકેટે હરાવ્યું હતું. ઈમરાન તાહિરની આગેવાની હેઠળની ગયાનાની ટીમે આ સિઝનમાં અત્યાર સુધી એક પણ મેચ ગુમાવી નથી.આ સાથે ગયાના પ્લેઓફમાં પહોંચનારી બીજી ટીમ બની છે.આ પહેલાં એન્ટિગુઆ એન્ડ બાર્બુડા ફાલ્કન્સ પ્લેઓફમાં સ્થાન બનાવી ચૂકી હતી.
મોહમ્મદ નબીએ કર્યો કમાલ
સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સ સામે ગયાનાની જીતમાં 41 વર્ષના અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ નબી સૌથી મોટા હીરો રહ્યા હતા. નબીએ પહેલા બોલિંગમાં 4 વિકેટ ઝડપી અને ત્યારબાદ બેટિંગમાં પણ અણનમ 25 રનની મહત્વની ઇનિંગ રમી હતી. તેના ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે ગયાનાએ સરળતાથી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
સેન્ટ કિટ્સની ટીમ 128 રનમાં ઓલઆઉટ
મેચમાં સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સે ટોસ બાદ પ્રથમ બેટિંગ કરી હતી.જોકે,તેમની ટીમ 20 ઓવર પણ રમી શકી નહોતી અને 19.2 ઓવરમાં માત્ર 128 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.એલિક અથાનાઝે ટીમ તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 39 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 52 રનની અડધી સદી ફટકારી હતી.તેના સિવાય કાઇલ મેયર્સ અને દાસુન શનાકાએ 20-20 રનનું યોગદાન આપ્યું હતું.ઓપનર જ્હોનસન ચાર્લ્સે 15 બોલમાં 13 રન બનાવ્યા હતા.જોકે,ગયાનાના બોલરોએ અન્ય બેટરોને મોટી ઇનિંગ રમવાની તક આપી નહોતી.ગયાના તરફથી મોહમ્મદ નબી સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે પોતાની 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.રોમારિયો શેફર્ડે પણ 3 વિકેટ ઝડપી હતી,જ્યારે શમાર જોસેફને 2 વિકેટ મળી હતી.
https://x.com/CPL/status/2096700217508679983?s=20
નબીએ બેટિંગમાં પણ આપ્યું મહત્વનું યોગદાન
129 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગયાના એમેઝોન વોરિયર્સે 18.3 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને 132 રન બનાવીને મેચ જીતી લીધી હતી.ઓપનર રહમાનુલ્લાહ ગુરબાઝે 25 બોલમાં 39 રનની ઝડપી ઇનિંગ રમી હતી.માવિન્દ્ર દિનદયાલે 17 રન બનાવ્યા હતા.શિમરોન હેટમાયર આ મેચમાં ખાસ કંઈ કરી શક્યો નહોતો અને માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો.શાઈ હોપે 44 બોલમાં 38 રનની ધીમી પરંતુ ઉપયોગી ઇનિંગ રમી હતી અને તે અંત સુધી અણનમ રહ્યો હતો.મોહમ્મદ નબીએ પણ બેટિંગમાં ટીમની જીતને મજબૂત બનાવી હતી. તેણે 21 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 25 રન બનાવ્યા હતા. સેન્ટ કિટ્સ તરફથી નવીન બિડાઈસીએ 2 વિકેટ લીધી હતી,જ્યારે વાનિન્દુ હસરંગાને 1 વિકેટ મળી હતી.
આ પણ વાંચો - Vaibhav Suryavanshએ ચેપોકમાં ફેન્સના જીત્યા દિલ, મેચ બાદ કર્યું આ કામ