CPL 2026ની 23મી મેચમાં ક્વિન્ટન ડિકોકે પોતાના બેટથી ધમાલ મચાવી હતી.1 સપ્ટેમ્બરે બાર્બાડોસ ટ્રાઇડેન્ટ્સ અને સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયટ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં ડિકોકે તોફાની સદી ફટકારી હતી.તેની શાનદાર ઇનિંગ્સના કારણે બાર્બાડોસ ટ્રાઇડેન્ટ્સની ટીમ 20 ઓવરમાં 4 વિકેટે 217 રનનો મોટો સ્કોર બનાવવામાં સફળ રહી હતી.ટોસ જીતીને સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયટ્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.બાર્બાડોસ ટ્રાઇડેન્ટ્સની શરૂઆત સારી રહી ન હતી અને માત્ર 3 રનના સ્કોર પર ટીમે પ્રથમ વિકેટ ગુમાવી હતી.જોકે ત્યારબાદ ક્વિન્ટન ડિકોક અને કાર્ટરે મળીને ઇનિંગ્સને સંભાળી હતી.

57 બોલમાં 106 રનની ધમાકેદાર ઇનિંગ્સ

ડિકોકે ફર્સ્ટ ડાઉન પર બેટિંગ કરવા ઉતરીને બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. તેણે માત્ર 57 બોલમાં 106 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 185.96નો રહ્યો હતો.ડિકોકની ઇનિંગ્સમાં 11 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે.ખાસ વાત એ રહી કે તેણે પોતાની ઇનિંગ્સના 80 રન માત્ર 18 બોલમાં ચોગ્ગા અને છગ્ગાની મદદથી બનાવ્યા હતા. તેણે પોતાની સદી 54મા બોલ પર પૂર્ણ કરી હતી.આ સદી સાથે ડિકોકે T20 ક્રિકેટમાં પોતાની સદીઓની સંખ્યા 10 સુધી પહોંચાડી છે. CPL 2026માં પણ આ તેની બીજી સદી છે.તેની આ શાનદાર બેટિંગે બાર્બાડોસ ટ્રાઇડેન્ટ્સને 200 રનનો આંકડો પાર કરવામાં મોટી મદદ કરી હતી.

CPLમાં પણ ડિકોકનો દબદબો

ક્વિન્ટન ડિકોકે વર્ષ 2022માં CPLમાં ડેબ્યૂ કર્યું હતું.ત્યારથી તે બાર્બાડોસ ટ્રાઇડેન્ટ્સ સાથે જોડાયેલો છે.ટીમ માટે અત્યાર સુધીમાં તેણે 35 મેચની 34 ઇનિંગ્સમાં 1152 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 2 સદી અને 7 અડધી સદી પણ જોવા મળી છે.ડિકોકની તોફાની બેટિંગને કારણે બાર્બાડોસ ટ્રાઇડેન્ટ્સે સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયટ્સ સામે મોટો સ્કોર ઉભો કર્યો હતો.

https://x.com/BarbadosRoyals/status/2094952197318684759?s=20

કાર્ટરે પણ ફટકારી અડધી સદી

ડિકોક સિવાય બાર્બાડોસ ટ્રાઇડેન્ટ્સના ઓપનર કાર્ટરે પણ શાનદાર બેટિંગ કરી હતી. તેણે માત્ર 36 બોલમાં 57 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. તેની ઇનિંગ્સમાં 7 છગ્ગાનો સમાવેશ થાય છે.ડિકોક અને કાર્ટર વચ્ચે બીજી વિકેટ માટે 116 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી.શરૂઆતમાં એક વિકેટ ઝડપથી ગુમાવ્યા બાદ બંને બેટર્સે મળીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. આ ભાગીદારી બાર્બાડોસ ટ્રાઇડેન્ટ્સના 217 રનના મોટા સ્કોરનો મુખ્ય આધાર બની હતી.

બાર્બાડોસે બનાવ્યો 217 રનનો મોટો સ્કોર

સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયટ્સે શરૂઆતમાં બાર્બાડોસને દબાણમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડિકોક અને કાર્ટરની શાનદાર બેટિંગ સામે બોલરો નિષ્ફળ રહ્યા હતા. ડિકોકની સદી અને કાર્ટરની અડધી સદીના કારણે બાર્બાડોસ ટ્રાઇડેન્ટ્સે 20 ઓવરમાં 4 વિકેટે 217 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો.ક્વિન્ટન ડિકોકની આ તોફાની સદી CPL 2026ની યાદગાર ઇનિંગ્સમાં સામેલ થઈ છે. ખાસ કરીને 54 બોલમાં સદી અને માત્ર 18 બોલમાં 80 રન બનાવવાની તેની બેટિંગે ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

આ પણ વાંચો- England Women ટીમની રેકોર્ડ બ્રેક જીત, આયર્લેન્ડ સામે સૌથી મોટું સફળ રન ચેઝ