મધ્ય પ્રદેશ ક્રિકેટ સંઘ હવે ક્રિકેટ પ્રશાસનમાં એક ક્રાંતિકારી પગલું ભરવા જઈ રહ્યું છે.ખેલાડીઓની પસંદગીથી લઈને નાણાકીય વ્યવસ્થાપન સુધીની તમામ મહત્વની પ્રક્રિયાઓમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. એમપીસીએના ટોચના હોદ્દેદારોએ આ અંગે સત્તાવાર માહિતી આપી હતી.આ નવી સિસ્ટમ હેઠળ AI ખેલાડીઓના પ્રદર્શનનું વિશ્લેષણ કરશે અને પસંદગીકારોને સૂચનો આપશે.જોકે ટીમ પસંદ કરવાનો અંતિમ નિર્ણય પસંદગી સમિતિનો જ રહેશે.


પસંદગી પ્રક્રિયામાંથી પક્ષપાત ખતમ થશે

ઇન્દોરમાં પત્રકારો સાથે વાતચીત કરતા MPCA પ્રમુખએ જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારના સંભવિત પક્ષપાત કે ભેદભાવની સ્થિતિ સંપૂર્ણપણે નાબૂદ થાય. AI ટેકનોલોજી ખેલાડીઓના મેદાન પરના પ્રદર્શનના આધારે ટીમમાં તેમના નામની ભલામણ કરશે, જ્યારે અંતિમ નિર્ણય હંમેશા સિલેક્ટર્સ જ લેશે.

ખેલાડીઓની પસંદગી કેવી રીતે થશે?

MPCAના જણાવ્યા અનુસાર આ AI સિસ્ટમ ખેલાડીઓના રન વિકેટ અને મેદાન પરના અન્ય પ્રદર્શન સંબંધિત ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરશે.તેના આધારે પસંદગીકારોને સૂચનો આપવામાં આવશે.આ સિસ્ટમની ખાસ વાત એ છે કે,જો કોઈ ખેલાડીની પસંદગી અથવા બિન-પસંદગી AI દ્વારા સૂચવવામાં આવેલા વિશ્લેષણથી અલગ જઈને કરવામાં આવશે,તો પસંદગીકારોએ તેનું લેખિત કારણ પણ નોંધવું પડશે.આનાથી સમગ્ર પસંદગી પ્રક્રિયા પહેલા કરતા વધુ પારદર્શક બનશે.

MPLT20માં સફળ ટ્રાયલ,સપ્ટેમ્બરથી થશે લાગુ

MPCA પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે આ AI સિસ્ટમનું સફળ પરીક્ષણ મધ્ય પ્રદેશ લીગની T20 ટૂર્નામેન્ટમાં પહેલેથી જ કરવામાં આવી ચૂક્યું છે. હવે તેને સપ્ટેમ્બરથી શરૂ થનારી નવી ઘરેલું ક્રિકેટ સીઝન પહેલા જિલ્લા અને વિભાગીય એકમો માટે લાગુ કરવાની યોજના છે.

દુનિયાનું પ્રથમ ક્રિકેટ બોર્ડ બનશે MPCA

મહાનઆર્યમન સિંધિયાએ દાવો કર્યો છે કે રમતગમતના વહીવટમાં આ સ્તરે AI આધારિત સિસ્ટમ લાગુ કરનાર MPCA વિશ્વનું પ્રથમ ક્રિકેટ સંગઠન બની શકે છે. આ પ્રોજેક્ટ માટે MPCA એ AI સ્ટાર્ટઅપ 'ઇમર્જન્ટ' સાથે ભાગીદારી કરી છે. કંપનીના સીઈઓ જણાવ્યું હતું કે તેમની ટીમ છેલ્લા છ મહિનાથી એમપીસીએની વિવિધ વહીવટી પ્રક્રિયાઓને એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવા માટે કામ કરી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પારદર્શિતા વધારવાનો છે અને તેઓ આ સિસ્ટમને વૈશ્વિક સ્તરે લઈ જવા માંગે છે.

આ પણ વાંચો - Abhishek Sharmaનો મોટો ખુલાસો, આ ભૂલના કારણે ટીમ ઈન્ડિયાએ મેચ ગુમાવી


  • Follow us on: