શ્રીલંકાના પ્રવાસમા ભારતીય 'એ'ટીમ માટે હાલ સમય ઘણો મુશ્કેલ ચાલી રહ્યો છે.શ્રીલંકાની ધરતી પર રમાઈ રહેલી વનડે ટ્રાય સિરીઝમાં ભારતીય ટીમનું પ્રદર્શન અત્યાર સુધી ઘણું નિરાશાજનક રહ્યું છે.ટીમ પોતાની પ્રથમ ૩ મેચમાંથી 2 મેચ ગુમાવી ચૂકી છે.જેના કારણે હવે પછીની મેચ ભારત માટે 'કરો યા મર જેવી સ્થતિ બની ગઈ છે.આ હાઈ-પ્રેશર મેચ પહેલા ભારતીય ટીમની મુશ્કેલીઓમાં વધારો થયો છે અને સ્ક્વોડમાં મોટો ફેરફાર કરવો પડ્યો છે.મીડિયા રિપોર્ટ અનુસાર બીસીસીઆઈએ ઈજાગ્રસ્ત ખેલાડી યુદ્ધવીર સિંહના રિપ્લેસમેન્ટને પસંદ કર્યો છે.જે ટુંક સમયમાં શ્રીલંકા માટે રવાના થશે.
ઈન્ડિયા એ સ્કવોડ માટે નવા ખેલાડીની એન્ટ્રી
પોતાની તોફાની સ્પીડથી ક્રિકેટ જગતમાં ધમાલ મચાવનાર 23 વર્ષના ફાસ્ટ બોલર અશોક શર્માના કરિયરમાં એક નવો અધ્યાય શરુ થશે. ઘરેલું ક્રિકેટમાં રાજસ્થાન છોડી ગુજરાતમાં આવનાર આ યુવા સ્પીડસ્ટારને શ્રીલંકામાં રમાઈ રહેલી સીરિઝ માટે ઈન્ડિયા એ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અશોકને આ તક ઈજાગ્રસ્ત યુદ્ધવીર સિંહના રિપ્લેસમેન્ટના રુપે મળી છે.













