ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન દેવદત્ત પડિકલ હાલમાં બે બાબતોને કારણે ભારે ચર્ચામાં છે—એક તેની મેદાન પરની શાનદાર સદી અને બીજી તેની પર્સનલ લાઈફ! ગાલે ખાતે શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઐતિહાસિક સદી ફટકાર્યા બાદ પડિકલનું નામ હવે તેની કથિત ગર્લફ્રેન્ડ રિયાંજલી નાનજપ્પા સાથે જોડાતાં સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ થયું છે.
દેવદત્તનો ગર્લફ્રેન્ડ સાથેનો ફોટો વાયરલ
દેવદત્ત પડિકલ અને રિયાંજલી નાનજપ્પાના ખાસ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને વચ્ચે IPL દરમિયાન નજીકતા વધી હતી અને તેઓ ડેટિંગ કરી રહ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ IPL 2026 નો ખિતાબ જીત્યો તે પછી પણ પડિકલનો એક છોકરી સાથેનો ફોટો ખૂબ વાયરલ થયો હતો. એવા પણ અહેવાલો છે કે રિયાંજલી શ્રીલંકાના ગાલેમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન સ્ટેડિયમમાં પડિકલને સપોર્ટ કરવા માટે હાજર રહી હતી. જો કે આ સંબંધ અંગે દેવદત્ત પડિકલ કે રિયાંજલી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
