દૂલીપ ટ્રોફી 2026ની ફાઇનલમાં ઈશાન કિશને પોતાની બેટિંગથી ધમાલ મચાવી દીધી છે.ઈસ્ટ ઝોનના કેપ્ટન તરીકે રમતા ઈશાન કિશને સાઉથ ઝોન સામે 270 રનની ઐતિહાસિક ઈનિંગ્સ રમીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમની આ શાનદાર ઇનિંગ્સના કારણે ઈસ્ટ ઝોને પ્રથમ દાવમાં 708 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો.આ ઐતિહાસિક ઈનિંગ્સ બાદ ઈશાન કિશને પોતાની બેટિંગ ઉપરાંત પોતાના કમબેક અને કારકિર્દીમાં આવેલા બદલાવ અંગે પણ મોટી વાત કરી છે. ઈશાનના જણાવ્યા પ્રમાણે 2024માં ઝારખંડની કેપ્ટનશિપ સંભાળ્યા બાદ તેના વ્યક્તિત્વ અને રમતમાં મોટો બદલાવ આવ્યો છે. કેપ્ટનશિપની જવાબદારીએ તેને વધુ સારો માણસ, ક્રિકેટર અને લીડર બનવામાં મદદ કરી છે.
બેડી સદી બાદ ઈશાનનું મોટું નિવેદન
ઈશાન કિશને કહ્યું કે એક સમય હતો જ્યારે તે મેદાન પર થોડો બેફિકર અંદાજ ધરાવતો હતો.જોકે, ટીમની કેપ્ટનશિપની જવાબદારી મળ્યા બાદ તેણે જવાબદારી લેવાનું શીખ્યું.2023ના અંતમાં BCCIનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવ્યા બાદ ઈશાને ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરી હતી. તેણે ઝારખંડની કેપ્ટનશિપ સ્વીકારી અને જ્યારે પણ તે ઉપલબ્ધ રહ્યો ત્યારે ટીમનું નેતૃત્વ કર્યું.મુશ્કેલ સમયમાંથી પસાર થયા બાદ ઈશાન હવે ભારતીય ટીમમાં પણ પરત ફર્યો છે. તે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે. આ વર્ષે ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય ખેલાડીઓમાં પણ ઈશાનનું નામ છે. તેના નામે 28 મેચમાં 986 રન નોંધાયેલા છે.
https://x.com/BCCIdomestic/status/2097172816827494647?s=20
દૂલીપ ટ્રોફીમાં 270 રનની ધમાકેદાર ઈનિંગ્સ
દૂલીપ ટ્રોફીની ફાઇનલમાં ઈસ્ટ ઝોનની કેપ્ટનશિપ કરતા ઈશાન કિશને સાઉથ ઝોનના બોલર્સની જોરદાર ધોલાઈ કરી હતી. તેણે 270 રનની વિશાળ ઈનિંગ્સ રમી હતી.ઈશાનની આ ઇનિંગ્સને કારણે ઈસ્ટ ઝોન પ્રથમ દાવમાં 708 રનનો મોટો સ્કોર બનાવવામાં સફળ રહ્યું હતું. આ ઈનિંગ્સ બાદ ઈશાને સ્પષ્ટ કર્યું કે હવે તે ટીમ માટે રન બનાવવાની પોતાની જવાબદારીથી પાછળ હટવા માંગતો નથી.
હવે ઈશાન પોતાની પાસેથી કોઈ અપેક્ષા રાખતો નથી
ઈશાન કિશને પોતાના બેટિંગ અભિગમ વિશે પણ મહત્વની વાત કરી હતી. તેના જણાવ્યા પ્રમાણે જ્યારે કોઈ ખેલાડી યુવાન હોય છે ત્યારે તે ઘણી વખત ટીમના સિનિયર ખેલાડીઓ પર આધાર રાખે છે અને આશા રાખે છે કે તેઓ રન બનાવશે.પરંતુ ટીમમાં પોતાની જગ્યા મજબૂત થયા બાદ ખેલાડીએ પોતાની જવાબદારી જાતે લેવી પડે છે.ઈશાનના મતે હવે તે જે સૌથી સારી બાબત કરી રહ્યો છે તે છે કોઈપણ વસ્તુ વિશે વધારે વિચારવાનું ટાળવું.બેટર તરીકે તેનું કામ માત્ર મેદાન પર જવું અને બોલ પ્રમાણે પ્રતિક્રિયા આપવાનું છે.તે પોતાની પાસેથી કોઈ ચોક્કસ અપેક્ષા રાખતો નથી.આ માનસિકતા તેના શાનદાર કમબેક પાછળનું એક મોટું કારણ માનવામાં આવી શકે છે.ઈશાન કિશનની 270 રનની ઈનિંગ્સે માત્ર દલીપ ટ્રોફીની ફાઇનલમાં ઈસ્ટ ઝોનને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું નથી,પરંતુ ભારતીય ક્રિકેટમાં તેના કમબેકને પણ વધુ મજબૂતી આપી છે.હવે ચાહકોની નજર તેના આગામી પ્રદર્શન પર રહેશે.
આ પણ વાંચો - Shubman Gill Birthday : પિતાએ 100 રૂપિયાની શરત લગાવી, આજે બન્યો ટીમ ઈન્ડિયાનો સુપરસ્ટાર