લાંબી રાહ જોયા બાદ ઈસ્ટ ઝોને આખરે દુલીપ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ફાઇનલ મુકાબલો ડ્રોમાં પરિણમ્યો હતો, પરંતુ નિયમ મુજબ પ્રથમ ઇનિંગ્સમાં મેળવેલી વિશાળ સરસાઈના જોરે ગુરુવારે સાઉથ ઝોનને પછાડીને ઈસ્ટ ઝોને 14 વર્ષના લાંબા અંતરાલ પછી ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું છે.

ઈશાન કિશનના નેતૃત્વ હેઠળની ઈસ્ટ ઝોનની ભવ્ય જીત

આજે દુલીપ ટ્રોફી 2026-27ના ફાઇનલ મેચ નો આજે અંતિમ દિવસ છે, જ્યાં ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન વચ્ચેની આ મેચ ડ્રો પરિણમી હતી છતાં ઈશાન કિશનના નેતૃત્વ હેઠળની ઈસ્ટ ઝોનની ભવ્ય જીત થઈ હતી. પાંચમા દિવસની શરૂઆતમાં ઈસ્ટ ઝોન પાસે 584 રનની સરસાઈ હતી, જે લંચ સુધીમાં વધીને 757  રન પર પહોંચી ગઈ છે. આ સત્રમાં ટીમે કુશાગ્રના રૂપમાં માત્ર એક જ વિકેટ ગુમાવી હતી, જ્યારે કુરૈશીએ શાનદાર સદી  ફટકારી હતી અને અનુકૂલ રોયે પણ અડધી સદી ફટકારીને હાલ રમી રહ્યો છે છે. જંગી લીડ હોવા છતાં પણ ઈસ્ટ ઝોને હજુ દાવ ડિકલેર કર્યો નથી.

https://twitter.com/BCCIdomestic/status/2097979191325274156

અનુકૂળ રોય કેચ આઉટ થયો 

ઈસ્ટ ઝોન તરફથી બેટિંગ કરતાં અનુકૂલ રોયની આંગળીમાં ઈજા થયા બાદ લાંબો સમય ટકી શક્યા નહીં અને ત્યારપછીની જ ઓવરમાં તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. 99મી ઓવરના ચોથા બોલ પર બોલર નિધીશે તેમને દેવદત્ત પડિક્કલના હાથે કેચ આઉટ કરાવી પેવેલિયન ભેગા કર્યા હતા. આ સાથે અનુકૂલ સદી નોંધાવવાથી વંચિત રહ્યા અને તેમણે 112 દડાનો સામનો કરીને 4 ચોગ્ગા તેમજ 2 છગ્ગાની મદદથી 64 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી.

કુરૈશીએ ફટકારી સદી 

શાનદાર ફોર્મ જાળવી રાખતા કુરૈશીએ પણ પોતાની સદી પૂર્ણ કરી લીધી છે, છતાં લંચ બ્રેક બાદ પણ ઈસ્ટ ઝોને પોતાની બેટિંગ ચાલુ રાખી છે. આ સાથે ટીમની કુલ સરસાઈ હવે 750 રનની નજીક પહોંચવા આવી છે, પરંતુ આટલી વિશાળ લીડ હોવા છતાં કેપ્ટન ઈશાન કિશન દાવ ડિકલેર કરવા અંગે શું રણનીતિ ઘડી રહ્યા છે તે હજુ રહસ્ય બનેલું છે.

અનુકૂલ રોયની અડધી સદી 

મેદાન પર શાનદાર લય જાળવી રાખતા અનુકૂલ રોયે પણ પોતાની આક્રમક અડધી સદી પૂરી કરી લીધી છે, જેની સાથે જ ઈસ્ટ ઝોનનો સ્કોર 350 રનને પાર પહોંચી ગયો છે. બીજી તરફ, શાનદાર બેટિંગ કરી રહેલા કુરૈશી હાલ 87 રને અણનમ રમી રહ્યા હોવાથી હવે સૌની નજર તેમના શતક પર ટકેલી છે.

700 રનની નજીકની લીડ સાથે ઈસ્ટ ઝોને આગળ 

ઈસ્ટ ઝોને મેચ પર પોતાની પકડ સંપૂર્ણપણે જમાવી રાખી છે અને બંને ઇનિંગ્સનો સંયુક્ત સ્કોર 1000 રનને પાર પહોંચાડી દીધો છે. ટીમની કુલ સરસાઈ હવે 700 રનની નજીક પહોંચી ચૂકી હોવા છતાં કેપ્ટને હજુ સુધી દાવ ડિકલેર કર્યો નથી. આ સ્થિતિ વચ્ચે ફાઇનલ મુકાબલાના પાંચમા દિવસે લંચ બ્રેકની જાહેરાત કરવામાં આવી છે.