ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ઇંગ્લેન્ડની મુશ્કેલીઓ વધતી જ જાય છે. કેપ્ટન બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ગુસ એટકિન્સનને નાઇટક્લબમાં થયેલી બોલાચાલીને કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા, અને હવે ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પ્રથમ ટેસ્ટમાં શાનદાર વાપસી કરનાર અને મેચ જીતનાર ઓલી રોબિન્સનને બીજી ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યા છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે પુષ્ટિ આપી છે કે રોબિન્સન ઘૂંટણની સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને 19 જૂનથી ઓવલ ખાતે શરૂ થનારી બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.


પ્રેટીસ દરમિયાન સમસ્યા વધુ ખરાબ થઈ

અહેવાલો અનુસાર, હોવમાં તાલીમ દરમિયાન ઓલી રોબિન્સનને ઘૂંટણમાં દુખાવો થયો હતો. તેનું સ્કેન ચાલી રહ્યું છે. ઇંગ્લેન્ડ ટીમ મેનેજમેન્ટ કોઈ જોખમ લઈ રહ્યું નથી, તેથી તેને બીજી ટેસ્ટ માટે આરામ આપવામાં આવ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે ઇંગ્લેન્ડને આશા છે કે રોબિન્સન 25 જૂનથી ટ્રેન્ટ બ્રિજ ખાતે શરૂ થનારી ત્રીજી અને અંતિમ ટેસ્ટ માટે ફિટ થઈ જશે.

પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન

લગભગ બે વર્ષ પછી ટેસ્ટ ટીમમાં પરત ફરનાર ઓલી રોબિન્સને તેની પહેલી જ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ન્યૂઝીલેન્ડ સામે ઇંગ્લેન્ડની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, કુલ સાત વિકેટ લીધી હતી. તેણે પ્રથમ ઇનિંગમાં છ વિકેટ લીધી હતી અને મેચમાં 7/77 ના કારકિર્દીના શ્રેષ્ઠ આંકડા નોંધાવ્યા હતા. આ સમયે તેની ગેરહાજરી ઇંગ્લેન્ડ માટે એક મોટી ચિંતા બની ગઈ છે, કારણ કે ટીમ પહેલાથી જ ઘણા મુખ્ય ખેલાડીઓની ગેરહાજરીથી સંઘર્ષ કરી રહી છે.

કોને તક મળશે?

રોબિન્સનની ગેરહાજરી બાદ, ઇંગ્લેન્ડે સસેક્સના ફાસ્ટ બોલર હેનરી ક્રોકોમ્બને તેના કવર તરીકે સામેલ કર્યો છે. 24 વર્ષીય ક્રોકોમ્બે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી, પરંતુ તે ઇંગ્લેન્ડ લાયન્સ ટીમનો નિયમિત સભ્ય રહ્યો છે. તેણે 48 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 106 વિકેટ લીધી છે અને આ સિઝનમાં ડિવિઝન વનમાં 21 વિકેટ લીધી છે. ઇંગ્લેન્ડ પાસે હવે જોફ્રા આર્ચર, જોશ ટંગ, મેથ્યુ ફિશર અને સોની બેકર જેવા વિકલ્પો છે. તેથી, ટીમ મેનેજમેન્ટે બીજી ટેસ્ટ માટે નવી બોલિંગ રણનીતિ ઘડવી પડશે.

બેન સ્ટોક્સ સામે ખતરો છે

બીજી બાજુ, કેપ્ટન બેન સ્ટોક્સનું ભવિષ્ય પણ પ્રશ્નાર્થમાં છે. સ્ટોક્સ અને ગુસ એટકિન્સન પર ટીમ કર્ફ્યુ તોડવા અને ચેલ્સીના નાઇટક્લબમાં જવાનો આરોપ છે. ત્યાં, તેમનો રગ્બી ખેલાડી ટોટોઆ ઔઆ સાથે પણ ઝઘડો થયો હતો. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ આ મામલાની તપાસ કરી રહ્યું છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ ડિરેક્ટર રોબ કીએ પણ સ્ટોક્સના ભવિષ્ય વિશે કોઈ ગેરંટી આપી નથી, એમ કહીને કે તપાસ પૂર્ણ થયા પછી જ નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો - Women's T20 World Cup: Netherlandsની કેપ્ટનની ધમાકેદાર એન્ટ્રી, ડેબ્યૂ મેચમાં જ ફટકારી અડધી સદી


  • Follow us on: