ભારત સામે રમાનારી આગામી પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય સીરિઝ માટે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેમની 17 સભ્યોની મજબૂત ટીમની જાહેરાત કરી દીધી છે. આ રોમાંચક સીરિઝમાં સ્ટાર બેટ્સમેન હેરી બ્રુક ઇંગ્લેન્ડની ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ માટે ભલે બ્રુકની પસંદગી ન થઈ હોય, પરંતુ ફરી એક વાર ઇંગ્લેન્ડ ક્રિકેટમાં બોર્ડે તેના પર સંપૂર્ણ ભરોસો મૂક્યો છે.


22 વર્ષીય જેમ્સ કોલ્સને ટીમમાં મળ્યું સ્થાન

આ ટીમની સૌથી મોટી ખાસિયત 22 વર્ષીય યુવા ઓલરાઉન્ડર જેમ્સ કોલ્સની પસંદગી છે. સસેક્સ તરફથી રમતા આ ખેલાડીએ સ્થાનિક ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શનના જોરે રાષ્ટ્રીય ટીમમાં જગ્યા બનાવી છે. તાજેતરમાં જ તેણે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ગ્લેમોર્ગન સામે અણનમ 224 રનની મેરેથોન ઇનિંગ રમીને સનસનાટી મચાવી દીધી હતી, જે તેના ફર્સ્ટ-ક્લાસ કરિયરનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. આ ઉપરાંત ગયા વર્ષના T20 બ્લાસ્ટમાં પણ તેણે બેટ અને બોલ બંને વડે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું.

બેન ડકેટ આઉટ, ઈજાના કારણે ટીમમાં મોટા ફેરફાર

તાજેતરમાં જ રમાયેલા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલમાં ભારત સામે રમનાર ઓપનર બેન ડકેટને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. જ્યારે જોર્ડન કોક્સ, સોની બેકર અને સાકિબ મહમૂદની ટીમમાં વાપસી થઈ છે.ઇંગ્લેન્ડની ટીમ હાલમાં ઈજાની સમસ્યાઓથી પણ ઝઝૂમી રહી છે. ફાસ્ટ બોલર બ્રાઇડન કાર્સ અને ઓલરાઉન્ડર જેમી ઓવરટન ઈજાના કારણે પસંદગી માટે ઉપલબ્ધ નહોતા, જેને પગલે સિલેક્ટર્સે 17 સભ્યોની જંબો ટીમની પસંદગી કરવી પડી છે.

ઇંગ્લેન્ડના ખ્ય પસંદગીકારે શું કહ્યું 

ઇંગ્લેન્ડના મુખ્ય પસંદગીકાર માર્કસ નોર્થે જેમ્સ કોલ્સની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ યુવા ઓલરાઉન્ડરે સ્થાનિક ક્રિકેટમાં મળેલા તમામ મોકાનો પૂરો ફાયદો ઉઠાવ્યો છે.તેમણે વધુમાં ઉમેર્યું કે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ પૂરી થયાના તરત જ બાદ ભારત સામેની સીરિઝ શરૂ થઈ રહી હોવાથી ટીમમાં બેકઅપ ખેલાડીઓ હોવા ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો - Sunil Gavaskar : ટીમ ઈન્ડિયાને લઈ સુનિલ ગાવસ્કરે BCCIને કરી અપીલ, જાણો શું કહ્યું



  • Follow us on: