ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈજાના કારણે અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝ રમી રહ્યો નથી. IPL ફાઈનલમાં તેને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી. જેના કારણે તેને ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું.
વિરાટ કોહલીના સ્થાને યશસ્વી જયસ્વાલને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. મેદાનની બહાર રહેલો વિરાટ કોહલી પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.
વિરાટ કોહલીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ
વિરાટ કોહલીના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં તે લાઈમલાઈટથી દૂર પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. આ ફોટા એક પાર્કના લાગે છે. એક ફોટામાં વિરાટ કોહલી પોતાના પુત્ર અકાયને ખોળામાં લઈ રહ્યો છે, જ્યારે બીજા ફોટામાં તે તેની પીઠ પર છે. ફેન્સ આ ફોટાને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક ફોટામાં પત્ની અનુષ્કા શર્મા પણ વિરાટ સાથે જોવા મળી રહી છે.
IPLમાં વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન
IPL 2026 માં વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો . તેને 16 મેચમાં 675 રન બનાવ્યા. તે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં ચોથા નંબરે રહ્યો. ફાઈનલમાં 75 રનની ઈનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો. ટોપ પાંચ સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં વિરાટનો સ્ટ્રાઈક રેટ વૈભવ સૂર્યવંશી પછી બીજા નંબરે હતો. તેને સિઝનમાં 5 અડધી સદી અને 1 સદી ફટકારી હતી.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ફિટ હોવાની આશા
વિરાટ કોહલીએ ટેસ્ટ અને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તે ફક્ત વનડે ક્રિકેટ રમે છે. ભારતીય ટીમ આવતા મહિને ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. આ પ્રવાસમાં 5 T20 ઈન્ટરનેશનલ અને 3 વનડે મેચનો સમાવેશ થાય છે. આ પ્રવાસ 14 જુલાઈથી બર્મિંગહામમાં શરૂ થશે. એવી આશા છે કે વિરાટ કોહલી સિરીઝ માટે ફિટ થઈ જશે.
આ પણ વાંચો: Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!