ભારતીય ક્રિકેટના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 6 નવેમ્બર 2026ના રોજ શમીએ સોશિયલ મીડિયા પર ભાવુક સંદેશ લખીને પોતાની ટેસ્ટ કારકિર્દીનો અંત લાવવાની જાહેરાત કરી હતી. 13 વર્ષ સુધી સફેદ જર્સીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર શમી હવે ટેસ્ટ ક્રિકેટમાં જોવા નહીં મળે. જોકે, આનો અર્થ તેમની ક્રિકેટ કારકિર્દીનો સંપૂર્ણ અંત નથી. તેઓ વનડે અને T20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.

શમીએ નિવૃત્તિ કેમ જાહેર કરી?

મોહમ્મદ શમી છેલ્લે જૂન 2023માં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટેસ્ટ મેચ રમ્યા હતા. ત્યારબાદ ઈજા અને ફિટનેસની સમસ્યાઓને કારણે તેમની ટેસ્ટ કારકિર્દી અટકી ગઈ હતી.2023ના વનડે વર્લ્ડ કપ બાદ શમીના પગની ઘૂંટીની સર્જરી થઈ હતી. ત્યારબાદ ઘૂંટણની સમસ્યાઓએ પણ તેમની વાપસી મુશ્કેલ બનાવી હતી.બીજી તરફ, ભારતીય ટેસ્ટ ટીમમાં નવા ઝડપી બોલરોને તક મળવા લાગી હતી. પસંદગીકારોની યોજનામાં પણ શમીનું સ્થાન ધીમે ધીમે ઘટતું ગયું. આ તમામ પરિસ્થિતિ વચ્ચે તેમણે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો

13 વર્ષની ટેસ્ટ કારકિર્દીનો આંકડાકીય હિસાબ

Mohammed Shami Retirement

શમીએ ક્યારે કરી હતી ટેસ્ટ કારકિર્દીની શરૂઆત?

શમીએ 6 નવેમ્બર 2013ના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.ડેબ્યૂ મેચમાં જ તેમણે શાનદાર બોલિંગ કરીને કુલ 9 વિકેટ ઝડપી હતી.રસપ્રદ વાત એ છે કે 13 વર્ષ પહેલાં જે તારીખે તેમણે ટેસ્ટ ક્રિકેટમાં પગ મૂક્યો હતો, એ જ તારીખે 2026માં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું.

વિદેશી મેદાનો પર પણ શમીનો જલવો

મોહમ્મદ શમીની ટેસ્ટ કારકિર્દી ઝલક

શું શમીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પૂરી થઈ ગઈ?

ના! શમીએ માત્ર ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ વનડે અને T20 ફોર્મેટમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત બંગાળ તરફથી સ્થાનિક ક્રિકેટમાં પણ રમવાનું ચાલુ રાખી શકે છે

શમીની કારકિર્દીની મહત્ત્વપૂર્ણ તારીખો

મોહમ્મદ શમીની ટેસ્ટ સફર

ભારતીય ક્રિકેટ માટે શમીનું યોગદાન શું રહ્યું?

મોહમ્મદ શમી ભારતીય ક્રિકેટના એવા બોલર રહ્યા છે,જેમણે પોતાની ગતિ, ચોકસાઈ અને રિવર્સ સ્વિંગથી વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂક્યા હતા.ખાસ કરીને વિદેશી મેદાનો પર તેમની બોલિંગ ભારત માટે ઘણી ઉપયોગીસાબિત થઈ હતી. ઈજાઓમાંથી વારંવાર વાપસી કરવાની તેમની ક્ષમતા પણ તેમની કારકિર્દીની મોટી ઓળખ રહી છે.64 ટેસ્ટ મેચ અને 229 વિકેટ સાથે શમી હવે સફેદ જર્સીને અલવિદા કહી રહ્યા છે. જોકે,મર્યાદિત ઓવરના ક્રિકેટમાં તેમની પાસેથી હજુ પણ સારા પ્રદર્શનની આશા રહેશે.

આ પણ વાંચો - Sandesh Explainer: ગૌતમ ગંભીરના એક મંત્રથી બદલાઈ ગયું KKRનું ડ્રેસિંગ રૂમ! વેંકટેશ અય્યરે ખોલ્યું સફળતાનું રહસ્ય